Mysamachar.in-જામનગર:
રાજ્યના મંત્રીમંડળમાં મોભાદાર કહી શકાય તેવું અન્ન અને નાગરીક પુરવઠા ઉપરાંત ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગનું રાજ્યકક્ષાનું મંત્રીપદ મેળવનાર જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ(હકૂભા) જાડેજા આજે મંત્રી બન્યા બાદ પ્રથમ વખત જામનગર આવી પહોંચતા શહેર ભાજપ, જિલ્લા ભાજપ, રાજપૂત સમાજ, મતદારો, યુવાઓ, અગ્રણીઓ દ્વારા હકૂભાને ગુલાબનગર ખાતેથી હજારોની સંખ્યામાં લોકોએ આવકાર્યા હતા અને તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યા બાદ વિશાળ બાઇક રેલી જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.