Mysamachar.in-જામજોધપુર:
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હાલ ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે આજે જામનગર જિલ્લાના જામજોધપુરમાં ધોરણ 10ની પરીક્ષા દરમ્યાન બે કોપી કેસ નોંધાયાનું સામે આવ્યું છે. જામજોધપુર સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના બિલ્ડીંગ નં.૨માં બે તેજસ્વી તારલાઓ નકલ કરી રહ્યાનું ધ્યાને આવ્યું છે. જે બાબતને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ પુષ્ટી આપવામાં આવી છે અને આ મામલે જરૂરી કાર્યવાહી કરવામા આવશે તેમ જણાવ્યુ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.