Mysamachar.in-જામનગર:
આજે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને વિસ્તરણમા ત્રણ પ્રધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય હકુભાને સ્થાન મળતા જામનગર સહીત રાજપૂત સમાજમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે, રાજપૂત સમાજના લોકોએ લાલ બંગલા નજીક ફટાકડા ફોડી અને એકબીજાના મો મીઠા કરાવી અને ખુશી વ્યક્ત કરી હતી. તેવામાં આજે જામનગર જીલ્લામાં ઠેરઠેર ભાજપના કાર્યકરો દ્વારા હકૂભા જાડેજાને પ્રધાન બનાવવામાં આવતા ખુશીની લહેર સાથે ઉજવણીનું આયોજન કરાયું છે.
જામનગર ઉતરની બેઠક ઉપર સતત બે ટર્મથી હકૂભા જાડેજા ચૂંટાતા આવ્યા છે અને તેમની વ્યક્તિગત લોકપ્રિયતાનો પરચો આપીને આ વખતે ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડીને ૪૦ હજાર જેવી જંગી લીડથી ચૂંટાઈને તેઑએ સાબિત કરી બતાવ્યુ કે પ્રજાના પ્રતિનિધિ કેવા હોવા જોઈએ, આમ ક્ષત્રિય સમાજમાં પ્રભુત્વ ધરાવતા અને અન્ય સમાજમાં પણ સારી છાપ ધરાવતા હકૂભા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળતા એક પ્રકારનો પ્રજામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.