Mysamachar.in-જામનગર:
ગુજરાત રાજ્યમાંથી ધીમે-ધીમે કેરોસીન નાબૂદ થતું જાય છે. તેવામાં ગેસ વપરાશના ચલણમાં દિવસેને દિવસે વધારો થયો છે. ત્યારે ગેસની માંગને પહોંચી વળવા માટે બે શખ્સો ગેસ રિફિલીંગ નું રેકેટ ચલાવતા જામનગર એલસીબીએ રંગેહાથ ઝડપી લીધા છે, ગેસ રિફિલીંગના આ રેકેટની વાત જાણે એમ છે કે જામનગર નજીક મેઘપર ગામે બસ સ્ટેશન પાછળ જય વછરાજ ગેસ સર્વિસમાં છેલ્લા ઘણા સમયથી ભારત અને HP કંપનીના ગેસના બાટલામાંથી ચોરીછૂપીથી ગેસ કાઢીને નાના-મોટા ગેસના બાટલામા ગેસ ભરીને રિફિલીંગ કરતા અશ્વિન રાઠોડ અને હિતેન્દ્રસિંહ જાડેજાને એલસીબીએ રંગેહાથ ઝડપી લીધા છે,
હાલ તો આ બંને શખ્સોની ૫૫ ગેસના બાટલા તેમજ ગેસ રિફિલીંગ સાધનો મળીને કુલ ૬૮ હજારના મુદ્દામાલ કબ્જે કરી કેટલા સમયથી આ રેકેટ ચલાવવામાં આવતું હતું તે અંગે પૂછપરછ હાથ ધરી એલસીબીએ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.