mysamachar.in-કાલાવડ
લોકસભાની ચુંટણીઓ ને હવે બહુ સમય નથી,ત્યારે રાજ્યમાં ઠેર ઠેર ઉદ્ઘાટનો,ખાતમુહૂર્ત,અને લોકાર્પણ ના પ્રસંગો ને રાજકીય પક્ષો દ્વારા વેગ આપવામાં આવશે,એવા જ એક કાર્યક્રમના ભાગરૂપે આગામી ૨૬ ફેબ્રુઆરીના રોજ કાલાવડમાં માર્કેટિંગ યાર્ડ ના કાર્યક્રમની સાથે GIDC નું લોકાર્પણ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાખવામાં આવ્યું છે,
આસપાસના લોકોને સ્થાનિક ઉદ્યોગ મળે તેનાથી કદાચ કોઈ સંદેહ ના હોય શકે પરંતુ અમે આપને જણાવી દઈએ કે આ એ જ GIDC છે,જેમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો થતા મુખ્યમંત્રીને આ GIDC જોવા આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું,ત્યારે અધિકારીઓ દ્વારા GIDC ને નવા વાઘા પહેરાવીને મુખ્યમંત્રીના હસ્તે આ GIDC નું લોકાર્પણ કરાવવાનું કામ હાલ કાલાવડ ખાતે પુરજોશમા ચાલી રહ્યું છે,
કાલાવડ ખાતે ૩૧ હેકટરમાં અંદાજે ૧૪ કરોડના ખર્ચે GIDC નું નિર્માણ થયું છે જેમાં રોડ, પાણીની લાઈન, લાઈટ, કમ્પાઉન્ડ વોલ ના કામોમાં મોટાપાયે કથિત ગેરરીતિ આચરવામાં આવતા એ કામોમાં ગડબડીની ફરિયાદો પણ ઉઠી હતી,અને આ કામ મામાના ભાણેજ દ્વારા પેટામા કરીને કહેવાતી ગોલમાલ આચરવામાં આવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને આ કામમાં કેવી વેઠ ઉતારવામાં આવી છે તે જોવા આવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું,અને માયસમાચાર દ્વારા સ્થળ તપાસ કરીને અધિકારીઓને ભંગાર કામ અંગે અવગત કરવા છતાં કોઈ પગલાના ભરી અધિકારીઓએ બહાદુરીની મિશાલ પૂરી પાડી છે,
કાલાવડ GIDC ના કામમાં આચરવામાં આવેલ બેદરકારી મામલે જામનગર GIDC ના પ્રાદેશિક એરીયા મેનેજર ઠકકરે પણ આંખ આડા કાન કરીને આ કામ પડતર રહેવાના કારણે આવું થયું હશે તેઓ જે તે સમયે બચાવ કર્યો હતો,પણ જો આ બચાવ સાચો હોય તો કેમ કોઈ તપાસ વિના જ નવા વાઘા પેહરાવવાની શરૂઆત થઇ તે પણ તપાસ માંગી લેતો વિષય છે,
આમ કાલાવડ ખાતે GIDC નું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થવાનું છે ત્યારે કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર ને ઢાકવા માટે આ ભંગાર GIDC ને નવા રંગરૂપ આપીને છેલ્લા ઘણા દિવસોથી અધિકારીઓ ઊંધા માથે કામ કરી રહ્યા છે,અને ૧૪ કરોડના આ કામને હાલ તો નવા વાઘા પહેરાવવામાં આવી છે પરંતુ આ વિસ્તારની પ્રજા બધું જાણે છે કે કેવું કામ થયું છે..પણ તેરીભી ચુપ અને મેરી ભી ચુપ જેવો ઘાટ આ GIDC ના નિર્માણકાર્ય ને લઈને ઘડાયો છે તે કાલાવડની જનતા સુપેરે જાણે છે.