mysamachar.in-જામનગર
જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના અનેક પ્રશ્નો સરકાર સાથે અને સ્થાનિક તંત્ર સાથે લાંબા સમયથી ચાલ્યા આવ્યા છે,એવામાં વધુ એક વખત જીઆઇડીસી સામેં ઉદ્યોગકારો જંગે ચઢે તો નવાઈ નહિ..ગતસાંજે જામનગર જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકારો સાથેની વાતચીતમાં પ્રમુખ રાજેશભાઈ ચાંગાણી સહિતના હોદેદારો એ માહિતી આપ્યા જણાવ્યું કે જીઆઇડીસી ફેઇઝ-૩મા પ્લોટનું એલોટમેન્ટ જીઆઇડીસી દ્વારા વર્ષ ૨૦૦૪/૦૫ મા કરવામાં આવ્યુ હતું,અને તે સમયે એલઆરસી કેસ પેટે રૂપિયા ૫૦૦ પ્રતિચોરસમીટર ઉઘરાવેલા હતા,જે બાદ મામલો સુપ્રિમકોર્ટ સુધી જતા કોર્ટે એક ચુકાદો આપી પ્રતિચોરસમીટર ૩૯૦ ચુકવવાનો હુકમ કરેલ હતો,આ કેસમાં ઉધોગકારોને પક્ષકાર બનાવેલ નહોતા,અને ઉદ્યોગકારો ભરેલી ૫૦૦ રૂપિયા ડીપોજીટના તફાવતના ૧૧૦ પણ જીઆઇડીસી ઉદ્યોગકારોને પરત ના આપી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,
વધુમાં આ તમામ બાબતોને નજરઅંદાજ કરીને તાજેતરમાંજ ઉદ્યોગકારોને પ્રતિચોરસમીટર ૧૬૪૫ રૂપિયા વસુલ કરવાની નોટીસો જીઆઇડીસી દ્વારા આપવામાં આવી છે,જે અન્યાયી હોવાનોં રાગાલાપ ઉદ્યોગકારો આપી રહ્યા છે,આ બાબતે જીઆઇડીસી ના અધિકારીઓ,ઉદ્યોગકારો,વગેરે સાથે ગાંધીનગર ખાતે પણ બેઠકો યોજાઈ હતી,પણ કોઈ હકારાત્મક નિર્ણય ના આવતા અંતે મંદીના માહોલ વચ્ચે ઉદ્યોગકારોએ લડતની રણનીતિ જાહેર કરવાનું એલાન ગઈકાલે યોજાયેલ પત્રકાર પરિષદમા કર્યું છે,
કરોડોનું ભારણ ઉદ્યોગકારો દ્વારા ભરપાઈ કરી શકાય તેમ ના હોય આગામી તારીખ ૨૭ ના રોજ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન અને જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન સંલગ્ન ૧૩ એસોસિએશનને સાથે રાખીને ઉદ્યોગકારો દ્વારા વિશાળ રેલી કાઢી કલેકટર ને આવેદનપત્ર અને ૨૮ ફેબ્રુઆરીના રોજ ઉદ્યોગ-ધંધા બંધ રાખીને હડતાલ પર બેસી જવાનો નિણર્ય કરી જીઆઇડીસી સામે જંગે ચઢવાનો નિર્ણય એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.