mysamachar.in-જામનગર
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા દ્વારા જામનગર જિલ્લાના બંદરોના વિકાસ અને જોડીયા ખાતે ખારામાંથી મીઠું પાણી કરવાના પ્લાન ને લઈને મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા,ધારાસભ્ય ધારવિયા દ્વારા વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ખાસ કરીને જોડીયા બંદર રોઝી બંદર નવાબંદર બેડી બંદર અગાઉ કોંગ્રેસના શાસનમાં ૪૦ જહાજો કાયમી ચાલતા હતા,જેનાથી કેટલાય લોકોને રોજગારી મળતી હતી,પરંતુ ભાજપના શાસનમાં આ રોજગારી ભાંગી પડી છે,જેથી બંધ પડેલા બંદરોનો સંપૂર્ણ વિકાસ કરીને રોજગારી મળે એવી ભારપૂર્વક રજૂઆત કરી હતી,
જ્યારે જોડીયા ખાતે ખારામાંથી મીઠું પાણી કરવાના પ્લાન અંગે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા વલ્લભભાઇ ધારવિયા જણાવ્યું હતું કે આ પ્લાનથી દૈનિક સરકારે પ્રજાના પૈસે ૫૭ લાખ રૂપિયા એક દિવસના ચૂકવવાના થાય છે,અને તેના મહિનાના મહિનાના 17.10 કરોડ અને વાર્ષિક બે અબજથી વધુ ચૂકવવાના થાય છે,૨૫ વર્ષ ના આ કરારો સરકારે સ્પેનની સાથે કરી રહી હોય તો પ્રજાના પૈસા વ્યર્થ ન જાય તે માટે આવા પ્લાન સરકારે પોતે જ સ્થાપવા જોઈએ જેથી ગુજરાતના પૈસા ગુજરાતમાં જ રહે તેની હિમાયત કરી હતી.