Mysamachar.in-જામનગર:
આજનો આધુનિક યુગ અને તેમાંય મોબાઈલ, ઈન્ટરનેટ અને હાઇફાઇ ગાડીઓમાં ફરવું, મુવી જોવી, આવા શોખ તમામ યુવક અને યુવતીઓમા આજના જમાનાનો ટ્રેન્ડ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે, આવા આધુનિક જમાના વચ્ચેથી વિદાય લઇને સંસારિક જીવન છોડવાનો કઠોર નિણર્ય જામનગરમા જ વસવાટ કરતી ૨૪ વર્ષીય જિનાલી મહેતા દ્વારા કરવામાં આવ્યો છે,
M.com સુધીનો અભ્યાસ એક વર્ષ પૂર્વે પૂર્ણ કરી ચૂકેલી જિનાલી ભરતનાટ્યમ નૃત્યકલામાં આરંગેત્રમ સુધીનો અભ્યાસ કરેલ છે, માત્ર અભ્યાસમાં પણ નહીં પરંતુ ખો ખોમા જિનાલી એવી તો માહિર છે કે બે વખત તે રાજ્યકક્ષાએ પણ ખો ખોની સ્પર્ધાઓમાં ભાગ લઇ ચુકી છે, તો રસ્કિન બોન્ડ જેવી બુક્સ વાંચવાની શોખીન જિનાલી મહેતા ધોરણ ૧૦થી કરીને ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા સુધી તેને વગર ટયુશને અવ્વલ સ્થાન અભ્યાસક્રમમાં જાળવી રાખ્યું છે અને અંગ્રેજી ફડફડાટ બોલે છે,
આજથી આઠ-નવ વર્ષ પૂર્વે જિનાલીને ઉપાશ્રયમાં ધાર્મિક અભ્યાસની વચ્ચે જ સંસારત્યાગી અને દીક્ષા લેવાનો વિચાર તેને પોતાના પરિવાર સમક્ષ રજુ કરી દીધો હતો, પરંતુ પિતા અમિતભાઈ મહેતા જેઑ ગ્રેઇન માર્કેટના વ્યાપારી છે તેવોએ ગ્રેજ્યુએશન પૂર્ણ થઇ ચુક્યા બાદ દિક્ષા માટેના નિર્ણયની દીકરીને સહમતી આપી હતી અને આખરે હવે પરિવારની સહમતીથી આવતી ૨૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ વાગ્યાથી ૧૨ સુધી પેલેસ જૈન દેરાસરથી જિનાલીના સન્માનમાં ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે, જયારે બીજા દિવસે એટલે કે તારીખ ૨૪ના રોજ સવારે ૯ થી ૧૨ દરમિયાન અંદાજે ૫૦૦૦ જેટલા ભાવિકોની હાજરીમાં પ.પુ દક્ષિણપ્રભાવક કાંકરેજ કેસરી વિમલધામ પ્રેરક ગચ્છાધિપતિ આ.દેવશ્રી વિજયકલ્પજયસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં દિક્ષા મહોત્સવ યોજાશે અને જિનાલી સાંસારીક જીવન છોડી સંયમમાર્ગે પ્રયાણ કરશે,
સુખી-સમ્પન્ન પરિવારની લાડલી જિનાલીના માતા-પિતાને જયારે પૂછવામાં આવ્યું કે જયારે દીકરીને સાસરિયે વળાવવાની ઉમર છે ત્યારે સંયમનો માર્ગ..? ત્યારે તેમના માતા-પિતાએ જણાવ્યું કે સંસારની અંદર બંધાતા સબંધોમા ઘણા પ્રશ્નો છે, ભલે સંયમનો કઠીન માર્ગ અમારી દીકરી જિનાલીએ સ્વીકાર કર્યો તેનો માતા-પિતા અમિતભાઈ અને અલ્કાબેન સહીત ભાઈ હેરતને પણ ગર્વ હોવાનું જણાવ્યું અને જિનાલી આત્માનું કલ્યાણ સંયમના માર્ગથી ચોક્કસ થશે તેવું માને છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.