Mysamachar.in-જામનગર:
જામનગરમાં ગઈકાલ સાંજના અચાનક જ પાંચ કિશોરો એકાએક લાપતા થઈ જતા પરિવારજનોમાં પણ ચિંતાની લાગણી સાથે પોલીસમથકે દોડી જઈને ફરિયાદ કર્યા બાદ આ કિસ્સામાં કિશોરો મળી આવતા કઈક જુદું જ સામે આવતા પોલીસે અને પરિવારજનોએ રાહતનો દમ લીધો છે,
ગઈકાલે જામનગરમાં એકાએક બનેલી આ ઘટનામાં સામે આવેલી વિગતો જાણે એમ છે કે, જામનગર પંચવટી વિસ્તારમાં રહેતા અયાન ચૌહાણ, જેનીલ શાહ, જયરાજ કનોજીયા, વિવેક રબારી અને ધરારનગરમાં રહેતા નદીમ શેતા વગેરે આ પાંચે કિશોરો મિત્રો હોય અને જુદા-જુદા ધોરણમાં અભ્યાસ કરે છે, ત્યારે ઘરેથી જુદા-જુદા બહાના કાઢીને આ મિત્રો ઘરેથી બહાર ગયા બાદ લાપતા થયા હતા,
મોડી રાત સુધી આ કિશોરો ઘરે પરત ન ફરતા પરિવારમાં ચિંતાની લાગણી જન્મી હતી, જેથી સીટી-બી પોલીસ મથકે દોડી જઈને પોલીસને જાણ કરવામાં આવતા તાકીદે પોલીસ હરકતમાં આવીને આ કિશોરોની શોધખોળ હાથ ધર્યા બાદ આજે રાજકોટ રેલવે સ્ટેશનથી મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કિશોરોનો કબજો લેવા માટે પરિવારજનો રાજકોટ દોડી ગયા છે. ત્યારે ક્યાં કારણોસર કિશોરોએ ઘર છોડ્યું હતું તે જામનગર આવ્યા બાદ જ સામે આવશે. પરંતુ હાલ તો આ પાંચેય કિશોરો મળી આવતા પરિવારજનો રાહતનો દમ લીધો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.