Mysamachar.in-જામનગર:
જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં જવાનો પર થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ શહીદોને અપાઈ રહી છે. ત્યારે જામનગરના મુસ્લીમ સમાજ દ્વારા પણ આ કાયરતા પૂર્ણ આતંકી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે, ગત સાંજે ચાંદીબજારના ચોકમાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કરાયો હતો.
મુસ્લીમ સમાજના અગ્રણીઑ તેમજ મુસ્લીમ સમાજના લોકોએ આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવી ઘટનાને વખોડી કાઢતા પાકિસ્તાનનો ધ્વજ બાળવાની સાથે આતંકી હાફીજ સઈદ તથા મૌલાના મસુદ અઝહરના ફોટાને ખાંસડા ફટકારીને ઉગ્ર વિરોધ આતંકવાદ સામે પ્રદર્શિત કરાયો હતો અને શહીદ જવાનોની આત્માની શાંતિ માટે મૌન પાડીને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી એમ.કે.બ્લોચ, કોર્પોરેટર અસ્લમ ખીલજી, સહારાબેન મકવાણા, તૌસીફખાન પઠાણ સહિતના આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.