Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જ સરકાર દ્વારા જામનગરની ડેન્ટલ કોલેજની PGની ૬ બેઠકો મંજૂર કરવામાં આવી છે. તે ખૂબ સારી બાબત છે પરંતુ આજે જામનગર NSUI અને યૂથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ડેન્ટલ કોલેજ ખાતે પહોંચી અને કોલેજના આચાર્યની બેદરકારી અંગે આવેદનપત્ર પાઠવી અને ઉગ્ર રજૂઆત કરી છે,
NSUIએ પાઠવેલ આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પાંચ આંકડાનો પગાર લેવા છતાં પણ આચાર્ય લેકચર કે પ્રેકટિકલ લેતા નથી.ઉપરાંત પોતે પોતાની ફરજ પર હાજર હોય છે કે કેમ તેની હાજરી પણ પૂરતા નથી, તેવું માંગેલ માહિતીમાં પણ સામે આવ્યું છે. આવું કરીને આચાર્યએ વિદ્યાર્થીઓ સાથે અને સમાજ સાથે ગંભીર છેતરપીંડી કરી હોવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે અને માંગ કરવામાં આવી છે કે આચાર્ય પરીખ જે દિવસથી જામનગરમાં ફરજ પર આવ્યા, ત્યારથી આજ દિવસ સુધીનો પગાર નૈતિકતાના ધોરણે સરકારી તિજોરીમાં જમા કરવી અને આજ દિવસ સુધી લેકચર કે પ્રેક્ટિકલ લીધેલ ન હોય તે અંગે વિદ્યાર્થીઓ પાસે લેખિતમાં માફી માંગવાની પણ માંગ NSUI દ્વારા કરવામાં આવી છે,
આજે જામનગર ડેન્ટલ કોલેજ ખાતે રજૂઆત કરવા પહોંચેલા કાર્યકરોએ ડીન ઓફિસ બહાર રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર કર્યા હતા તે જોવા ક્લીક કરો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.