Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લો રેતીમાફિયાઓ માટે સ્વર્ગ અને આસપાસના સ્થાનિકો માટે નર્ક બનતો જાય છે,છતાં જાડીચામડીના તંત્રના પેટનું પાણી પણ હલતું નથી,અને તંત્રના નાક નીચે જ આખો તમાશો ચાલે છતાં પણ પેટ ભરાઈ ગયેલ તંત્ર ટ્સનું મસ થતું નથી,એવામાં વધુ એક વખત ખાણખનીજવિભાગ,પોલીસ અને અન્ય લોકો સામે નામજોગ કલેકટરને ફરિયાદ થતા વધુ એક વખત તંત્રની મીઠી નજર હેઠળ થઇ રહેલ રેતીચોરીનો ખેલ ખુલ્લો પડી ગયો છે,
હવે મામલો એવો સામે આવ્યો છે કે ધ્રોલ તાલુકાના ખીજડીયા ગ્રામ પંચાયત ના લેટરપેડ પર સરપંચ એસ.એમ.જાડેજા દ્વારા જામનગર જીલ્લા કલેકટર ને ઉદેશીને કરવામાં આવેલ રજુઆતમાં જણાવ્યું છે કે ઉંડ નદીમાંથી ખાણખનીજઅધિકારી,ધ્રોલ પોલીસ,પરાક્રમસિંહ,નાથાભાઈ,ખામુભાઈ સહિતનાઓ દ્વારા રેતીચોરીના રેકેટમાં સામેલ હોવાનો સીધો આક્ષેપ કલેક્ટરને કરાયેલ ફરિયાદમાં કરવામાં આવ્યો છે,
અને અરજીમાં એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ તમામ લોકો રેતીચોરીના રેકેટમા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા હોય તેવોની સામે કડક પગલા લેવાની માંગ કલેકટર સમક્ષ કરવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.