Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ બે અલગ અલગ મુદાઓ પર મુખ્યમંત્રી વિજયરૂપાણીને પત્ર લખી યોગ્ય થવા રજૂઆત કરી છે,જેમાં પહેલા મુદામા સરકાર દ્વારા કેરોસીન બંધ કરવાનો નિણર્ય પાછો ખેચીને ફેબ્રુઆરી ૧૯ થી એપીએલ નોન ગેસ કાર્ડ હોલ્ડરોને ૪ લીટર કેરોસીન આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે,જેમાં રાજ્યના મહાનગરોમા ઓક્ટોબર ૨૦૧૮ થી બંધ કરવામાં આવેલ કેરોસીન પુનઃચાલુ કરવામાં આવેલ નથી,જે ખુબ જ મોટો ભેદભાવ દર્શાવે છે,ત્યારે રાજ્યના તમામ મહાનગરોમાં સમાન હક્ક મુજબ એપીએલ ગેસધારકોને ૪ લીટર કેરોસીન ચાલુ કરવા યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી છે,
જયારે બીજી રજુઆતમાં કાલરીયાએ જામજોધપુર લાલપુર તાલુકામાં નહિવત જેવા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી હોય ખેડૂતોને મદદરૂપ થવા નિષ્ફળ ગયેલા પાકોના વળતર સમાન પાક્વીમો તાત્કાલિક ધોરણે મંજુર કરવવા પણ રજૂઆત કરવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.