mysamachar.in-જામનગર
હાલની ઋતુને લઈને આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમા સ્વાઈનફ્લુ નો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે,અને લોકો ટપોટપ મોતને ભેટી રહ્યાના કિસ્સાઓ સૌરાષ્ટ્રમાં થી સામે આવતા રહ્યા છે,ત્યારે સ્વાઈનફલુ ને લગત લક્ષણ બતાઈ તો તાત્કાલિક સારવાર માટે દોડજો કારણે કે જામનગરમાં પણ સ્વાઈનફલુનો કહેર વધી ગયો હોય તેમ આજે પણ એક દર્દીનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે,
જામનગર શહેરના પટેલકોલોની વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય વૃદ્ધનું જામનગરની જી.જી.હોસ્પિટલમાં સ્વાઈનફ્લુની સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું છે,જયારે હજુ પણ સ્વાઈનફલુ પોજીટીવના ૧૦ દર્દીઓ સારવારમાં છે,જયારે પાંચ શંકાસ્પદ સ્વાઈનફલુના દર્દીઓની સારવાર પણ જી.જી.હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબો દ્વારા ચાલી રહી છે.