Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના લાલપુરના મેઘપર ગામે પાંચ માસની બાળકીના મોતની એક એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને આપ પણ ચોંકી જશો, મેઘપરના રાધેક્રિષ્ના મંદિર પાસે રાધેક્રિષ્ના બિલ્ડીંગમાં વસવાટ કરતાં રેખાબેનને બે પુત્રીઓ છે, જેમાં ગતસાંજે તેની મોટી પુત્રી પલક જે અઢીવર્ષની હોય તે તેની જ નાની બહેન નિતકુમારી સાથે રમતા-રમતા તેણી પર બેસી જતા નિતકુમારી નામની માત્ર પાંચ માસની બાળકીનો શ્વાસ બંધ થઇ જતા તેનું મોત નીપજ્યાનું જાહેર થયું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.