Mysamachar.in-જામનગર:
જામનગરમાં તાજેતરમાં જ લેવામાં આવેલ TATની પરીક્ષા દરમિયાન સત્યસાઈ સ્કૂલ સ્થળ સંચાલક દ્વારા પરીક્ષાખંડમાં સમય કરતા પહેલા પેપરનું કવર ખોલી નાખ્યાના આક્ષેપો સાથે મામલો સામે આવતા ભારે હોબાળો થયો હતો અને અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. તેવામાં શાળા સંચાલક મનિષ બુચ દ્વારા જામનગરની અદાલતમાં પોલીસ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરવામાં આવતા ગઈકાલે વકીલો વચ્ચે ભારે કાનૂની દલીલો ચાલી હતી,
જેમાં આ બનાવની તપાસ કરનાર સીટી-બી પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ. વી.એસ.લાંબાએ સોગંદનામુ રજુ કરીને એવી હકીકત જણાવેલ કે, સ્થળ સંચાલક માહિતી છુપાવીને તેમના પત્ની અને ભાણેજે TATની પરીક્ષા આપેલ છે અને પોતાના સગાસંબંધીને લાભ આપવા રાજ્ય પરીક્ષા બોર્ડ તથા પરીક્ષાર્થી સાથે છેતરપિંડી કરેલ છે, જેની સામે બચાવપક્ષના વકીલ કે.એચ.ધોળકિયાએ એવી દલીલ કરી કે, મનીષ બુચના પત્નીએ પરીક્ષા આપેલ નથી અને તેમના ભાણેજનો નંબર અન્ય સ્કૂલમાં હતો, તેમજ કેટેગરી પરીક્ષાબોર્ડએ માંગેલ નથી, તેમના ભાણેજે ગુજરાતી વિષયની પરીક્ષા આપેલ છે તે સહિતની ચોકાવનારી હકીકત કોર્ટના ધ્યાને મૂકવામાં આવી હતી,
આમ તપાસનીસ અમલદાર દ્વારા સોગંદનામામાં ખોટી હકીકત જાહેર કરવામાં આવતા તપાસનીશ અમલદાર વિરુદ્ધ પરચુરણ ફરિયાદ દાખલ કરવા બચાવ પક્ષના વકીલ દ્વારા માંગણી કરતી અરજી કરવામાં આવી છે. ત્યારે આ કાનૂની જંગમાં કોર્ટ દ્વારા આગામી તારીખ ૧૪ પર આગોતરા જામીન અરજીની સુનાવણી રાખી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.