Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા નું આગામી વર્ષ ૨૦૧૯/૨૦ નું બજેટ ગત ૩૧ જાન્યુઆરીના રોજ કમિશ્નર દ્વારા સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું, અને જે બાદ આજે મળેલ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા કમિશ્નર દ્વારા હાઉસટેક્સ, વોટરટેક્સ, સહિતના વેરાઓ મળી ને કુલ ૩૭.૬૫ કરોડનો વાર્ષિક વધારો સૂચવવામાં આવ્યો હતો, જે આજે મળેલ કમિટિએ ફગાવી દીધો છે, અને માત્ર અન્ય કરદરોમા ૨ કરોડ જેટલો આંશિક વધારો સૂચવ્યો છે, ચર્ચાઓ એવી ચાલી રહી છે કે આગામી લોકસભાની ચુંટણીઓ નજીક હોય શહેરને સલગ્ન બે વિધાનસભા બેઠકો પર વેરા વધારાની અસરો ના વર્તાઈ આવે તે માટે સૂચિત વધારાને ફગાવી દીધો હોવાનું વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું હતું..
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.