Mysamachar.in-જામનગર:
જામનગરમાં મિત્રએ સાચવવા આપેલ પિસ્ટલ હથિયાર સાફ કરતા સમયે ભડાકા થતા યુવકને ઇજા થવાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ હથિયાર તાજીયા ગેંગના સાગરીતે આપ્યું હોવાનું ખુલાસો થતા પોલીસએ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે,
હથિયાર પ્રકરણના આ કિસ્સાની જાણે વિગત એમ છે કે, જામનગર નવાગામ ઘેડમાં રહેતા રાજુ જેઠવા નામના યુવકનો નવાગામમાં જ રહેતો તાજીયા ગેંગનો સાગરીત ફિરોઝ ઉર્ફે ભાઈજી ખેરાણી સાથે મિત્રતા હતી. જેથી પાંચ વર્ષ પહેલા રાજુને પિસ્ટલ હથિયાર અને એક કારતૂસ ભાઈજીને સાચવવા આપેલ હતા, દરમ્યાન ભાઈજીનું અવસાન થતા રાજુ જેઠવાએ ટેન્શનમાં આવીને આ હથિયાર છુપાવી રાખ્યું હતું,
તેવામાં ગઇકાલે રાજુ જેઠવા પિસ્ટલ હથિયાર સાફ કરતા સમયે એકાએક ગોળી છૂટતા ભડાકા થયા હતા અને હાથમાં ઇજા થતા હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હોસ્પિટલમાં ગોળી લાગવાથી ઇજા થયાનો બનાવ સામે આવતા પોલીસ દોડી જઈને રાજુ જેઠવાની પૂછપરછ કરતાં આ હથિયાર ભાઈજીએ સાચવવા આપેલ હોવાનું જણાવતા પિસ્ટલ હથિયારના સપ્લાય કરવાનો મામલો સામે આવ્યો છે,
આ અંગે પોલીસે પિસ્ટલ હથિયાર કબ્જે કરીને રાજુ જેઠવા અને ભાઈજી વિરુધ્ધ કલમ ૩૨૪, ૩૩૬ અને હથિયાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.