Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનના બેડેશ્વર વિસ્તારમાં જાહેર રસ્તાની આજુબાજુ ખડકી દેવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે આજે એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,
જામનગર કોર્પોરેશન દ્વારા બેડેશ્વર વિસ્તારમાં D.P. સ્કીમ હેઠળ રસ્તો પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે આજે આ વિસ્તારમાં ૩૫,૦૦૦ ચો. ફૂટ વિસ્તારમાં ૩૨ જેટલા મકાનો અને દુકાનો આશરે ૨ કિમી સુધી ગેરકાયદેસર બાંધકામ ખડકાઇ ગયા હોય, તેને દૂર કરવા માટે ચાંપતા પોલીસ બંદોબસ્ત હેઠળ મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે,
આ ડીમોલેશન કોર્પોરેશન દ્વારા આજથી શરૂ કરવામાં આવ્યું હોય, બાંધકામ દૂર કરવા માટે આશરે ૪ દિવસ સુધી આ તોડપાડની કામગીરી ચાલશે. ત્યારે આ ડીમોલેશનને લઈને તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે તકેદારી રાખવામા આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.