Mysamachar.in-જામનગર:
કાલાવડમાં સાત વર્ષની બાળકી સાથે ઢગો અડપલા કરતો હોવાનો બનાવ સામે આવ્યા બાદ તેને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે જામનગરમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેવામાં આવતા એક શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે,
બનાવની મળતી વિગત મુજબ જામનગરમાં રહેતો શાહરૂખ સિદ્દીક પંજા નામના યુવકે પોતાના દાદા-દાદી સાથે રહેતી એક ૧૭ વર્ષની સગીરાના બે વર્ષથી પરિચયમાં આવ્યો હતો અને આ શખ્સે વધુ પરિચય કેળવીને સગીરાને તેની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરા સાથે તેના ઘરે જઈને લલચાવી-ફોસલાવી ૮ માસ પહેલા વારંવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેનાથી સગીરાને પેટમાં ગર્ભ રહી જતા આખો મામલો પરિવારમાં સામે આવતા ગઈકાલે સીટી-એ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે,
આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ આરોપી શાહરૂખ સિદ્દીક પંજા નાસી જતા પોલીસે ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આમ સગીરાને ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચરવાના આ બનાવ સામે આવતા નરાધમ શખ્સ સામે ફીટકારની લાગણી વરસી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.