Mysamachar.in-જામનગર:
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિ ઘર છોડીને ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું હોય તેમ આઠ જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે,
જામનગરમાં વ્યાજખોરો બેફામ વ્યાજ વસૂલવા માટે ધમકી આપવાથી માંડીને મારકૂટ કરતા હોવાના વારંવાર બનાવો સામે આવ્યા છે અને તાજેતરમાં જ એક વેપારીને વ્યાજખોરો દ્વારા ભયંકર ત્રાસ આપવામાં આવતા ઘર છોડી ચાલ્યા ગયા હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાઇ હતી,
તેવામાં જામનગરના રંગમતી પાર્કની પાછળ ક્રિષ્ના પાર્ક માં રહેતા ગોપાલભાઈ પરમારે મકાનનો હપ્તો ભરવા માટે ઈસા સુમરા નામના વ્યક્તિ પાસેથી ૪૦ હજાર લીધા હતા. ત્યારબાદ આ ૪૦ હજાર ત્રણ માસ પહેલા આપી દીધા હતા, છતાં રકમ અને વ્યાજ ગણીને ૩,૨૦,૦૦૦ની વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતા ગોપાલભાઈ પરમાર તારીખ ૩ના રોજ ઘર છોડીને ચાલ્યા ગયા હોવાની તેમની પત્ની હંસાબેને સીટી-બી પોલીસ મથકે આઠ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે,
આ ફરિયાદમાં ઈસા સુમરા સહિત મંજુબેન, કાળુભા, નાનજીભાઈ, સુલતાન, મેઘુભા, રવિરાજસિંહ વારંવાર વ્યાજની ઉઘરાણી કરીને ત્રાસ આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ અંગે પોલીસે મની લેન્ડ એક્ટ તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો નોંધીને તપાસ S.C.S.T. સેલના DySPને સોંપવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.