Mysamachar.in-જામનગર:
આજના સમયમાં વધી રહેલી દેખાદેખી લોકોનો જીવ લઇ રહી હોય તેમ લાગી રહ્યું છે, હજુ તો ગઈકાલે જ ઝાખર ગામે વસવાટ કરતાં અને મજુરી કામ કરતાં પરિવારના એક યુવકને તેના ભાઈએ એન્ડ્રોઇડ ફોન ન અપાવતા યુવકને મનોમન લાગી આવ્યું હતું,અને તેને ઝેરી દવા પી અને આત્મઘાતી પગલું ભર્યાના કલાકો બાદ સિક્કામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે,
જામનગરના સિક્કાની ટીપીએસ કોલોની વિસ્તારમાં વસવાટ કરતાં નરજુબેન પ્રવીણભાઈ હઠીલા નામની ૨૧ વર્ષીય પરિણીતાએ પોતાના પતિનો એન્ડ્રોઇડફોન ટીવી જોવા માટે માંગેલ હતો, જેથી તેના પતિ પ્રવીણે ના આપતા નારાજ થયેલ પત્ની નરજુને મનમાં લાગી આવતા પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈ મોતને મીઠું કર્યું છે,
આમ ૨૪ કલાકમાં મોબાઈલની ઘેલછાના લીધે બે લોકોના જીવ લેનાર આ કિસ્સા ભારે ચેતવણીરૂપ પણ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.