Mysamachar.in-જામનગર:
હાલારમાં એક તરફ આ વર્ષ નબળું હોવાના કારણે ખેડૂતો આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરવાના બનાવો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ જામનગરમાં જ તાજેતરમાં એક પરિવારના પાંચ સભ્યોએ આર્થિક ભીંસના કારણે સામૂહિક આપઘાતના બનાવથી હાહાકાર મચી ગયાનો બનાવ નજર સમક્ષ છે,
તેવામાં જામનગર જિલ્લામાં રોજગારીનો વિકટ પ્રશ્ન હોય તેમ એક યુવાને ધંધો-રોજગાર મળતો ન હોવાના લીધે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે, તો એક યુવાને ઘર છોડી દીધું હોવાનું બહાર આવ્યું છે,ત્યારે સરકારના રોજગારી આપવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે,
ભયંકર મંદીના માહોલ વચ્ચે જામજોધપુરના કેતન ગોવિંદભાઈ કોળી નામના યુવાનને છેલ્લા ઘણા સમયથી કોઈ કામ ધંધો મળતો ન હોવાથી ઘરમાં આર્થિક પરિસ્થિતિ નબળી પડી હતી અને આ યુવાન આર્થિક ભીંસ અનુભવતા અંતે આત્મઘાતી પગલું ભરી ને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાંનું પોલીસમાં જાહેર થયું છે,
તો બીજી તરફ જામનગર બેડેશ્વર વિસ્તારમાં રહેતા હનીફ હાજીભાઇ ઓન નામનો પરણીત યુવાન કામ ધંધાની શોધમાં હતો પરંતુ તેને કોઈ કામ ધંધો ન મળતા કંટાળી ગયો હતો અને આર્થિક રીતે ભાંગી પડતા આ યુવાન કોઈને કહ્યા વગર ચાર દિવસ પહેલા ઘરેથી ક્યાંક જતો રહ્યો હોવાથી પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે અને આ અંગે તેની પત્નીએ પોલીસમાં ગુમ થયાની જાહેરાત કરી છે,
આમ જામનગર જિલ્લામાં આ વર્ષ નબળું હોવાના કારણે લોકો ભયંકર આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે અને રોજગારીનો પ્રશ્ન વચ્ચે બેરોજગાર યુવાનો આપઘાત તરફ પગલું ભરી રહ્યાના બનાવોમાં વધારો થતા ચિંતાનો વિષય બન્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.