Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન બે અજ્ઞાત મૃતદેહો મળી આવતા પોલીસ તપાસના કામે લાગી છે,ગઈકાલે ધ્રોલ તાલુકાના લતીપુર ગામે આવેલ સ્મશાનની છત પરથી અંદાજે ૩૦ દિવસ અહી પડી રહેલો યુવકનો મૃતદેહ મળી આવતા ધ્રોલ પોલીસે તપાસ શરૂ કરી છે,
ત્યાં જ સાંજે જામનગર નજીકના ખીમલીયા ગામ નજીકથી અવાવરું જગ્યામાથી દટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ્ ઘટનાસ્થળ પર દોડી જઈ ને તપાસ હાથ ધરી છે,મળી આવેલ અજ્ઞાત મૃતદેહ અંદાજે ૩૦ વર્ષીય યુવકનો હોવાનું તેમજ તેના માથાને ભાગે ઈજાના નિશાનો જોવા મળતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે,
જામનગર જિલ્લામાં થી ૨૪ કલાકમાં મળી આવેલ બે મૃતદેહોએ રહસ્યના તાણાવાણાઓ સર્જી દીધા છે,બે માથી એક પણ મૃતદેહની ઓળખ થઇ શકી નથી,ત્યારે મળી આવેલ યુવકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે,કુદરતી મોત છે કે પછી આત્મહત્યા તે સહિતની તપાસ હાલમાં ચાલી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.