Mysamachar.in-જામનગર:
જામનગર ખોજાબેરાજાની કરોડો રૂપિયાની કીમતી જમીન પર મેર પરિવારનો હાલમાં કબજો છે,તો બીજી તરફ આ જમીન કબજે કરવા દસ્તાવેજ ના આધારે દાવો કરનાર બિલ્ડર વગેરે વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે, અને હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તેવામાં મેર મહિલાઓ એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ અંતે પોલીસે હરકતમાં આવીને બિલ્ડર સહિત ૧૫ થી ૨૦ ના ટોળા સામે ફરિયાદ નોંધાવાની ફરજ પડી હતી,
ચકચારી જમીનના વિવાદમાં જામનગરના ખોજાબેરાજા નજીક આવેલ કરોડોની કીમતી જમીન પર છેલ્લા ઘણાવર્ષોથી સ્વ.ગોગન કારાના વારસો કબજો ધરાવે છે,અને આ જમીન ખાલી કરાવવા મામલે અવારનવાર બિલ્ડર જમન ફળદુ વગેરે ધાકધમકી અને ત્રાસ આપતા હોવાની અનેકવાર મેર પરિવાર દ્વારા લગત તંત્રને રજૂઆત કરવામાં આવી છે,પરંતુ કોઈ પરિણામ આવ્યું નહોતું,દરમિયાન ત્રણ દિવસ પૂર્વે આ જમીન ખાલી કરાવવા માટે જામનગરના નામાંકિત બિલ્ડર જમનફળદુ,બહાદુરસિંહ ,નીકુલ ગઢવી,ઇકબાલ તેમજ ૧૦ થી ૧૫ ઇસમો ગયા હતા,જેથી ભયભીત થયેલ મેર પરિવારની વેજીબેન અને શાંતુબેને ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો,જેથી આ બને મહિલાઓને જી.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી,
આ બનાવથી હરકતમાં આવેલ પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ ને બને મહિલાઓના નિવેદન નોંધ્યા હતા અને વેજીબેનની ફરિયાદ ને આધારે જામનગરના જાણીતા બિલ્ડર જમન ફળદુ વગેરે સામે છેડતી,રાયોટીંગ,તોડફોડ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવેલ હતો.,બીજી તરફ મેર સમાજે પણ વિશાળ રેલી યોજીને આ મામલે ગંભીર આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું,
આ જમીન ડખ્ખામાં ફરિયાદ થયાને ૭૨ કલાક ઉપર જેવો સમય થવા છતા આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી, સામાન્ય રીતે મારામારીના બનાવના પોલીસ સીધી જ હરકતમાં આવીને ધરપકડ કરતી હોય છે. તેવામાં ખોજા બેરાજાના જમીન પ્રકરણમાં ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવા પોલીસ પૂરતા પુરાવા બાદ જ ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવાની નીતિ અપનાવશે તેવું પંચ-બી PSI વાળા સાથે ટેલિફોન વાતચીત કરતાં જણાવ્યુ હતું. આમ પૂરતા પુરાવા બાદ જ આરોપીની ધરપકડ કરવામાં આવશે તેવી પોલીસે નીતિ અપનાવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.