Mysamachar.in-જામનગર:
યુવાનીની ઉમરે ઉભેલ દરેક યુવતીઓના માતા-પિતાએ આ જમાનામાં ખાસ કાળજી લેવાનો સમય પાકી ગયો છે.તેવામાં યુવાન પુત્રીને મોબાઈલ પર વાતો ન કરવાની પિતાની સલાહ ન ગમતા અંતે જિંદગી ટૂંકાવીને આપઘાત કરી લીધાનો સંવેદનશીલ કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે,
જામનગરના દરેડ ઔદ્યોગીક વસાહતમાં મજૂરીકામ કરતા મૂળ બિહારના અનિલકુમારની ૨૦ વર્ષની યુવાન પુત્રી અમીશાને પિતાએ મોબાઈલ ફોન લઈ આપ્યો હતો અને અમીશા આ ફોનનો નિયમિત વાતચીત માટે ઉપયોગ કરતી હતી,
દરમ્યાન પિતા અનિલકુમાર ગઇકાલે પુત્રી અમીશાને મોબાઈલ ફોનમાં કોઈ છોકરા સાથે સતત વાતચીત કરતાં જોઈ ગયા હતા, જેથી પિતાએ આ મામલે પુત્રીને સમજાવીને મોબાઈલ ફોન પર વાતો કરવાની ના પાડીને ઠપકો આપ્યો હતો. પિતા-પુત્રી વચ્ચે મોબાઈલ ફોન પર વાતચીતના પ્રશ્ને થયેલ રક-જક બાદ પુત્રી અમીશાએ અવિચારી પગલુ ભરીને મનમાં લાગી આવતા ઘરે જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા મોત નિપજ્યાનો કરૂણ બનાવ સામે આવ્યો છે,
આમ દરેક માતા-પિતાએ પોતાના સંતાનોની કાળજી લેવાની સાથે તેનું ધ્યાન રાખવાની ખાસ જરૂર હવે ઊભી થઈ છે,નહિતર આવા બનાવોથી પાછળથી પછતાવાનો વારો આવે તે પહેલા માતા-પિતાએ ચેતી જવા જેવો આ બનાવ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.