Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જામનગર મહાપ્રભુજીની બેઠક પાસે કરોડોની કિંમતી જમીનના બોગસ વેંચાણ કરારનો મામલો સામે આવતા ભુમાફિયા તત્વો સામે ફરિયાદ નોંધાઈ છે,તેવામાં ભુમાફિયા તત્વો માથુ ઉચકતા હોય તેમ જામનગર તાલુકાનાં ખોજા બેરાજા ગામે જમીન ખાલી કરાવવા પ્રશ્ને વિવાદ થતા બે મહિલાઑએ ઝેરી દવા પી લેતા જી.જી.હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે.આ બનાવને લઈને ભારે ઉતેજના જાગી છે,
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર ખોજા બેરાજા ગામે જમીન પ્રશ્ને આજે ૧૫ થી ૨૦ જેટલા શખ્સોનું ટોળું ઘસી આવતા જમીનનો કબ્જો ધરાવતા મેર પરિવારની બે મહિલાઓ હાજર હતી, જેથી ૧૫ થી ૨૦ જેટલા શખ્સોના ટોળાએ જમીન ખાલી કરી આપવાનું જણાવીને ધમકી આપતા મેર મહિલા વેજીબેન મોઢવાડીયા અને શાંતિબેન મોઢવાડિયા ભયભીત થઈ ઉઠતા બનાવ સ્થળે જ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ભાગદોડ મચી જવા પામી હતી,
દરમ્યાન ઘટનાસ્થળે પરિવારના સભ્યો આવી જતા તાકીદે ઝેરી દવા પી જનાર આ બે મહિલાઓને જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે.આ બનાવને લઈને અફડાતફડીનો માહોલ સર્જાતા ભુમાફિયા તત્વો હાલ ભુગર્ભમાં ઉતરી ગયાનું જાણવા મળે છે,
આ પ્રકરણમાં જામનગરના નામાંકિત બિલ્ડર, ટ્રાન્સપોર્ટર સહિતના લોકો દ્વારા જમીન પડાવી લેવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આ જમીનનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે.ત્યારે આ ગંભીર બનાવ મામલે પોલીસ શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર રહેલી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.