Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં આ વર્ષે અપૂરતા વરસાદના કારણે ખેત ઉત્પાદનમાં નુકશાની જવાના કારણે ખેડૂતથી માંડી સામાન્ય વર્ગમાં આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે.ત્યારે ખાસ કરીને ખેડૂતોમાં મુખ્ય આધાર ખેતી હોય પાક નિષ્ફળ જવાથી ચિંતા ફરી વળી છે,તેવામાં જામજોધપુરના વધુ એક ખેડૂતએ આત્મહત્યાનું આત્મઘાતી પગલું ભર્યુ હોવાનો બનાવ સામે આવતા જામનગર જિલ્લામાં ખેડૂત વર્ગમાં હાહાકાર મચી ગયો છે,
ખેડૂતના આપઘાતના બનાવની મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાનાં રબારીકા ગામે રહેતા રમેશ દેવશીભાઈ મકવાણા નામના ખેડૂતએ આ વર્ષે અપૂરતા વરસાદ વચ્ચે પોતાની ખેતીની જમીનમાં કરેલ પાકનું ઉત્પાદન ન થતાં આર્થિક ભીંસમાં આવી ગયા હતા,
એક બાજુ રમેશભાઈ પરિવારમાં પાંચ ભાઈઓમાં સૌથી મોટા વડીલબંધુ હોય અને પરિવારના ભરણપોષણની જવાબદારીની ચિંતા તેમને સતાવવા લાગી હતી, આથી અંતે રમેશભાઈ મકવાણાએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવવાનો નિર્ણય કરી આપઘાત કરી લેતા રબારીકા સહિત જામજોધપુર પંથકમાં શોકનું વાતાવરણ છવાયું છે,
આમ રબારીકા ગામના આ ખેડૂતના આપઘાત પાછળ પાક નિષ્ફળ જવાનું કારણ છે કે અન્ય કોઈ કારણથી આ આત્મઘાતી પગલું ભર્યુ છે તે અંગે જામજોધપુર પોલીસે આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.