mysamachar.in-જામનગર
જામનગરમાં ઘણાસમય બાદ અધિકારીઓ લાંચ લેતા થયા હોય તેમ એક કેસ સામે આવ્યો છે,જામનગર ના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરજ બજાવતા મહિલા ઇન્સ્પેકટર આજે બપોરના સુમારે પંચેશ્વરટાવર નજીક થી રૂપિયા ૫૦૦૦ ની લાંચ લેતા એસીબીને હાથે ઝડપાઈ ચુક્યા છે,
મહિલા ડ્રગ ઇન્સ્પેકટર કિરણબેન સવજાણી જેવો જામનગર ના ડ્રગ્સ વિભાગમાં ફરજ બજાવે છે,તેવોએ આ કેસના ફરિયાદીનું મેડીકલ સ્ટોર ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ વાંધાવચકા ના કાઢવા માટે રૂપિયા ૫૦૦૦ની લાંચની માંગણી કરી હતી,જે અંગે ફરિયાદી એ જામનગર એસીબીનો સંપર્ક કરતાં એસીબી એ છટકું ગોઠવીને મહિલા અધિકારીને રૂપિયા ૫૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ પંચેશ્વરટાવર નજીક થી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.