Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા એક બાજુ દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યામા વધારો થઇ રહ્યો છે.તેને કાબુમાં લેવામાં પણ તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે,એવામાં અધુરામાં પુરુ શહેરમા રસ્તે રજળતા ઢોરનો ત્રાસ તંત્રની આંખે કેમ ચઢતો નથી,તે સૌથી મોટો સવાલ છે.રોજની થોડીઘણી નાટકીય કામગીરી કરી લીધા બાદ શહેરના રાજમાર્ગો પર પશુઓનો અડીંગો યથાવત સ્થિતિ મા તંત્રને કયારે નજરે આવશે.?અધિકારીઓને જ્યારેં આ અંગે પૂછવામાં આવે ત્યારે સબ સલામત ના બણગાં ફૂંકી પોતાની જવાબદારી પૂર્ણ કરી દે તે વાત કેટલી વાજબી..
થોડા દિવસો પૂર્વે ખુદ શાશકપક્ષના કોર્પોરેટર મેરામણભાટુએ પણ રખડતાઢોરના મામલે તેમના વિસ્તારના સ્થાનિકો સાથે કડક શબ્દોમાં ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરી હતી,પણ છતાં તંત્ર શા માટે શહેરની આટલી ગંભીર સમસ્યાને લઈને આંખ આડા કાન કરી રહ્યું છે,શું જામનગર શહેર ઢોરવાડો બની જશે પછી તંત્રની આંખ ઉઘડશે કે પછી બે ચાર સ્થાનિકોને અડફેટે આવા ઢોર લેશે પછી તંત્રની આંખ ખુલશે તે સવાલ પણ લોકો તંત્રને કરી રહ્યા છે.