mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં કેટલાય લોકો હથિયાર ના પરવાના ધરાવે છે,ત્યારે આ તમામ લોકો માટે મહત્વના કહી શકાય તેવા યુએનઆઈ નંબર પરવાનામા નોંધ કરાવવાને લઈને એક યાદી જાહેર કરાઈ છે,જેમાં જણાવ્યા મુજબ સરકારના ગૃહ મંત્રાલય નવી દિલ્હીના તા. ૦૭ ડીસેમ્બર ૨૦૧૮ના પત્ર અનુસાર તમામ હથિયાર પરવાનાઓની “નેશનલ ડેટાબેઇઝ ઓફ આર્મ્સ લાયસન્સ”નો અદ્યતન અને ડાયનેમીક ડેટાબેઇઝ તૈયાર કરવાનો હોય તમામ પરવાનાદારોએ નિયત નમુનામાં જરૂરી માહિતી માટે કલેકટર કચેરી, પ્રથમ માળ, રૂમ નંબર-૧૧૦, શરૂ સેકશન રોડ, જામનગર અને પાક રક્ષણના પરવાનેદારોએ સબંધિત પ્રાંત અધિકારીની કચેરીમાં રજુ કરવા જાણ કરવામાં આવેલ છે.
પરંતુ કેટલાક પરવાનેદારો તરફથી આવી માહિતી હજુ સુધી રજુ થયેલ નથી.સરકારની સુચના મુજબ તા. ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં યુએનઆઇ નંબર જનરેટ કરવાના હોવાથી બાકી રહેતા તમામ હથિયારના પરવાનેદારોએ તા. ૧૫ માર્ચ ૨૦૧૯ સુધીમાં નિયત નમુનાની મહિતી (હથીયાર લાયસન્સની નકલ, આધારકાર્ડ, પાનકાર્ડ તથા બે પાસપોર્ટ સાઇઝના ફોટો) રજુ કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર દ્વારા અખબારીયાદીના માધ્યમથી અનુરોધ કરાયો છે,
તા.૧૫ માર્ચ ૨૦૧૯ સુધીમાં જરૂરી માહિતી રજુ થયેલ નહિ હોય તેવા પરવાનેદારોના હથિયાર પરવાના રીન્યુ કરવામાં આવશે નહિ તેમજ તેવા પરવાનાઓ આપોઆપ રદ ગણાશે તેવો ઉલ્લેખ પણ આ અખબારીયાદીમાં કરાયો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.