Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં ખાસ કરીને ધ્રોલ-જોડીયા વિસ્તારમાં રેતીની ખનીજ ચોરીનું મોટાપાયે રેકેટ ચાલતું હોય, તેમાં પડદા પાછળ આ કૌભાંડમાં ખાણ-ખનીજના એક શખ્સ ઉપરાંત વચેટીયા દ્વારા અધિકારીના નામે હપ્તા માંગતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે,
રેતી ચોરી પ્રકરણમાં તાજેતરમાં ખનીજ માફીયા તત્વો દ્વારા રેતી ઉપાડવા મામલે આંતરીક માથાકૂટ થતા જોડીયા ઉંડ નદીના બાદનપર વિસ્તારમાં રેતીચોરી કહેવા પૂરતી બંધ થઈ છે,ત્યારે જામનગર ખાણ-ખનીજ વિભાગ જોડીયા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતી રેતીચોરીથી ભારે બદનામ થઈ રહ્યું છે,
તેવામાં અધિકારીના નામે રેતીચોરી કરતા તત્વો પાસે રફીક અને બાબુ નામનો શખ્સ ઉઘરાણા કરતો હોવાનું ધ્રોલ-જોડીયા વિસ્તારમાં ચર્ચાઇ રહ્યું છે,
વધુમાં જામનગરના અધિકારીઑના નામે ઉઘરાણા કરતા રફીક તેમજ બાબુ નામના શખ્સનો એક વ્યકિતએ ઓડિયો રેકોર્ડીંગ કરી લેતા આ મામલો સામે આવ્યો છે અને સમય આવ્યે રેતી ચોરીના રેકેટમાં કઈ રીતે અને કેટલી હપ્તાખોરી ચાલી રહી છે,તેનો પર્દાફાશ આ વ્યક્તિએ રેકોર્ડિંગ કરી લેતા સામે આવ્યું છે, તેવું પણ જાણવા મળે છે,
આમ કરોડોના રેતી ચોરીના મસમોટા કૌભાંડમાં આગામી દિવસોમાં ગાંધીનગર સુધી આ કથિત ઓડિયો ક્લીપ પહોંચાડવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે,ત્યારે રેતી ચોરી મામલે આવનાર દિવસોમાં કડાકા-ભડાકા થવાના એંધાણ પણ વર્તાઇ રહ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.