Mysamachar.in-જામનગર:
CITU અને FMRAI ના સંયુક્ત આહવાનથી ભારતભરના તમામ મેડીકલ રીપ્રઝેંટેટીવસની આજથી બે દિવસની હડતાલનો પ્રારંભ થઈ ચૂક્યો છે.જામનગરમાં એસોસિએશન હેઠળ નોંધાયેલા ૩૫૦ અને તે સિવાયના અન્ય મેડીકલ રીપ્રઝેંટેટીવસ આજથી શરૂ થયેલ બે દિવસની હડતાલમાં જોડાઈ પોતાનો અવાજ બુલંદ કરશે,
મેડીકલ રીપ્રઝેંટેટીવસની માંગણીઑ છે કે સેલ્સ પ્રમોશન એમ્લોઈઝ માટે વર્કીંગ રૂલ્સની અમલવારી,દવાઓ અને ડીવાઇઝીસ ઉપર GSTથી નાબુદ કરવામાં આવે,કંપનીઓ પાસે સેલ્સ પ્રમોશન એમ્પલોઈઝ એક્ટ અને યુનિફોર્મલ વર્કીંગ રૂલ્સના કાયદાઓનું પાલન કરાવાય,સેલ્સ ગ્રાઉન્ડ પર વિક્ટીમાઇઝેસન બંધ કરવામાં આવે,ઇલેક્ટ્રોનીક્સ ગેઝેટ્સ વડે નજરગ્રહણ કરી પ્રાઈવેશીનો ભંગ કરવાનું બંધ કરવામાં આવે,આમ આવી તમામ માંગણીઓ સાથે આજથી બે દિવસ M.R.ઑ બે દિવસ પોતાની કામગીરીથી અળગા રહી અને વિરોધ વ્યક્ત કરશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.