mysamachar.in-જામનગર
રાજ્ય સરકાર ભલે ભાર વિનાના ભણતરની વાતો કરે,સ્કુલબેગના વજન ઘટાડવા માટેના પરિપત્રો જાહેર થાય પણ વિદ્યાર્થીઓના માનસપટ પર આજે પણ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ બાબતને લઈને ભણતર નં ભારણ છે,પછી તે ભલે શાળાનો વિદ્યાર્થી હોય કે પછી કોલેજનો વિદ્યાર્થી..તે બાબત આજે વધુ એક વખત સ્પષ્ટ થઇ છે,છેલ્લા એક માસના સમયગાળા દરમિયાન જામનગરમાં ત્રીજા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે,
જેમાં પહેલો બનાવ ગત ૧૫ નવેમ્બરના રોજ જામનગર તાલુકાનાં બાલંભડી ગામે રહેતા હરપાલસિંહ જાડેજા નામના આશાસ્પદ યુવાને બી.એસ.સી.ના ઉચ્ચ અભ્યાસની તૈયારીઓ કરીને બે વર્ષ બાદ બી.એસ.સી.ના ત્રીજા વર્ષની હાલમાં પરીક્ષા આપી હતી.જેનું પરિણામ આવતા હરપાલસિંહ નાપાસ થયેલ હતા.આથી ભારે આઘાત લાગતા શિક્ષિત યુવક હતાશ થઈ ગયા બાદ લાગી આવતા પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો કિસ્સો સામે આવ્યા હતો,
જયારે બીજો બનાવ ગત ૨ ડિસેમ્બરના રોજ ધ્રોલના ગોકુલપાર્ક વિસ્તારમાં રહેતી નીકીતાબા હરપાલસિંહ જાડેજા નામની ૧૪ વર્ષીય વિદ્યાર્થીની હજુ તો ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી,પણ તેને પોતાના અભ્યાસ અંગે સતત ટેન્શન રહેતું હોય અને અવારનવાર પોતાની માતા ને પણ હમણાં મારી પરીક્ષા આવશે,મારે વાંચવું છે,મારે પેહલો નંબર મેળવવો છે,અને આમ સતત નીકીતાબા ને ભણતરનું જ ટેન્શન રહેતું હોય અને અભ્યાસના ટેન્શનને કારણે જ ગળાફાંસો ખાઈ લઇ નીકીતાબા નામની આ વિદ્યાર્થીની એ જિંદગી ટૂંકાવી લીધી હતી.
તો વિદ્યાર્થીઓના આપઘાત નો સતત ત્રીજો બનાવ જામનગર શહેરમા સામે આવ્યો છે,જેમાં કડીયાવાડ શેરી નંબર ૧૦ મા વસવાટ કરતી અને કોલેજમાં અભ્યાસ કરતી જયશ્રી ગુલાબચંદ અવધા નામની ૨૦ વર્ષીય વિદ્યાર્થીની એ તાજેતરમાં જ કોલેજની પરીક્ષા આપેલ હોય અને તેમાં પેપરો નબળા જતા તે સતત ટેન્શનમાં રહેતી હોય તેના કારણે તેને પોતાના રૂમમાં ગતરાત્રીના ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,
આમ જામનગર જિલ્લામાં વિદ્યાર્થીઓ ના આપઘાતનો સતત ત્રીજો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે,
વિદ્યાર્થીઓને mysamachar.in ની અપીલ.
Mysamachar.in અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ને અપીલ કરે છે,કોઈ પણ પરીક્ષા જિંદગીની છેલ્લી પરીક્ષા નથી,સતત કઠીન પરિશ્રમ કરી અને ધાર્યું પરિણામ મેળવી શકાય છે,તેથી વિધાર્થીઓ આ રીતે જિંદગી થી કંટાળી અને મોતને વહાલું ના કરે પરીક્ષા અંગેનો કોઈ ડર હોય તો પોતાના માતા પિતા સહિતના પરિવારજનો ઉપરાંત નજીકના મિત્રો અને શિક્ષકોની જરૂરી સલાહ લેવી જોઈએ પણ આ રીતે અંતિમ પગલું ભરવું કોઈ વિકલ્પ નથી,તેથી વિદ્યાર્થીઓ આવા અંતિમ પગલા ના ભારે તેવી પણ Mysamachar.in વિદ્યાર્થીઓ ના હિતમાં જાહેર અપીલ પણ કરે છે.