Mysamachar.in- જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં નિર્માણ પામેલ G.I.D.C.ના કામો બાબતે ફરિયાદ ઉઠતા Mysamachar.in ની ટીમ દ્વારા વાસ્તવિક પરિસ્થિતીનો અહેવાલ મેળવવા માટે સ્થળ મુલાકાત લઈને કાલાવડની જનતા સમક્ષ સત્ય અહેવાલ મુકવા કામે લાગતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે,
કાલાવડ ખાતે G.I.D.C.તમે જોવા જશો ત્યારે ખ્યાલ આવશે કે,કામમાં કેટલી બેદરકારી દાખવવામાં આવી છે. G.I.D.C.ખાતે ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે રોડ,પાણીની લાઇન,લાઇટ અને કમ્પાઉન્ડ વોલ વગેરે કામ માટે કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે,આ કામની કેવી દુર્દશા છે તેના આ તસ્વીરો બોલતા પુરાવા છે,હાલની વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા પારદર્શક અને સંવેદનશીલ વહીવટનો દાવો કરી રહ્યા છે,ત્યારે ખુદ જેમની પાસે આ ઉદ્યોગોનો વિભાગ છે તેવા મુખ્યમંત્રીના આ વિભાગના અધિકારીઓ કેવી ઘરની ધોરાજી ચલાવે છે તેનો બોલતો પુરાવો કાલાવડની G.I.D.C.ના નિર્માણ કામે આપી દેતા ચકચાર જાગી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.