mysamachar.in:જામનગર:
ગુજરાતમાં દરેક માતાપિતા પોતાના સંતાનની કારકિર્દી માટે મહેનત કરીને પોતાના સંતાનના કેરિયર માટે ચિંતા કરતા હોય છે,શહેરમાં તો માતાપિતા સતત પોતાના સંતાનનું ધ્યાન રાખવા છતાં ઘણા કિસ્સામાં ધો.૧૦ અને ધો.૧૨માં નાપાસ થતાં આપઘાતના બનાવો બને છે,જેની સામે ગ્રામીણ ક્ષેત્રોમાં માતાપિતા મજૂરીકામ,ખેતીકામ કરીને પોતાના સંતાનને ઉચ્ચ અભ્યાસ કરાવી સારા ભવિષ્યની આશા રાખતા હોય છે,તેવામાં આશાસ્પદ યુવાનનું ઉચ્ચ અભ્યાસનું પરિણામ આવતા તેમાં નાપાસ થવાના કારણે નાશીપાસ થઈને આપઘાત કરી લેતા જામનગર તાલુકાનાં બાલંભડી ગામના ગરાસીયા પરિવારમાં આઘાતની લાગણી ફેલાઈ છે.
જામનગર તાલુકાનાં બાલંભડી ગામે રહેતા ગરસીયા પરિવારના મદારસિંહ જાડેજા ખેતીકામ કરીને તેના હોનહાર પુત્ર હરપાલસિંહ જાડેજાને ધો.૧૦ અને ૧૨માં સાયન્સમાં અભ્યાસ કરાવ્યા બાદ હરપાલસિંહએ બી.એસ.સી.ના ઉચ્ચ અભ્યાસની તૈયારીઓ કરીને બે વર્ષ બાદ બી.એસ.સી.ના ત્રીજા વર્ષની હાલમાં પરીક્ષા આપી હતી.
જેનું પરિણામ આવતા હરપાલસિંહ નાપાસ થયેલ હતા.આથી ભારે આઘાત લાગતા શિક્ષિત યુવક હતાશ થઈ ગયા બાદ લાગી આવતા પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા આશાસ્પદ શિક્ષિત યુવાનનું મોત નીપજયું હતું,આ બનાવથી જામનગર તાલુકાનાં બાલંભડી ગામે ગરાસીયા પરિવાર તેમજ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.