mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં હમણા છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટ ખાદ્યસામગ્રીઓની તો જાણે હારમાળા સર્જાઈ હોય તેમ લાગી રહ્યું છે,જે કામ ફૂડ વિભાગ એ કરવાનું હોય તે કામગીરી કરવાની ફરજ પોલીસને પડી રહી છે,અને ફૂડ વિભાગ તાબોટા પાડી રહ્યું છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે તે પણ ચર્ચાનો વિષય લોકોમા બન્યો છે,
જામનગર મા તાજેતરમાંજ નકલી અને ભેળસેળ યુક્ત દૂધ,ભેળસેળ યુક્ત ઘી નો જથ્થો,તો દરેડમા થી પોલીસએ આખીય તમાકુ બનાવતી નકલી ફેક્ટરી ઝડપી પાડ્યાને ગણતરીના દિવસો જ થયા છે,ત્યારે ગતરાત્રીના જામનગર એલસીબી ને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી શંકાસ્પદ ડુપ્લીકેટ મીઠાઈ અને માવો બનાવતી ફેક્ટરી ને ઝડપી પાડી છે,એલસીબીએ દરોડો પાડતા ઘટનાસ્થળ પરથી મોટી માત્રામાં માવો,તૈયાર મીઠાઈ,તેલ અને અન્ય સામગ્રીના પેકેટો જોવા મળ્યા હતા.એલસીબી દ્રારા સમગ્ર મામલાની તપાસ માટે જામનગર ફૂડ વિભાગની ટીમને જાણ કરતાં ફૂડ ઈન્સપેક્ટરો પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા..
સ્થળ પર પહોચેલા ફૂડ વિભાગ દ્રારા મીઠાઈ અને માવાના નમૂનાઓ એકત્ર કરવામા આવ્યા હતા.જો કે, જયાં સુધી સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ ન આવે ત્યાં સુધી શંકાસ્પદ ગણાતો મીઠાઈનો જથ્થો તેઓ સિઝ કરી શકે નહીં અને વેપારીને વેચાણ કરતાં અટકાવી પણ શકે નહીં, તેવી વાત ફૂડ ઈન્સપેક્ટર ઓડેદરા દ્રારા કરવામા આવી હતી.
એટલે, એક વાત ચોક્કસ કહી શકાય કે, જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ એકત્ર કરેલા મીઠાઈ અને માવાના સેમ્પલનો રિપોર્ટ જે કંઈ આવે તે પહેલા હજ્જારો કિલો શંકાસ્પદ ગણાતી મીઠાઈ લોકો આરોગી જશે.??જે સ્થળ પર હજારો કિલો મીઠાઈનું ઉત્પાદન કરવામા આવતું હતું, તે ફેક્ટરીની હાલત બદતર જોવા મળી હતી…જે મુદ્દે ફૂડ શાખા દ્રારા ફેક્ટરી માલિકને નોટિસ પણ આપવામા આવી હતી…
આ કાર્યવાહી એલસીબી પીઆઈ ડોડીયાની સુચનાથી પીએસઆઈ ગોજીયા,સ્ટાફના વશરામભાઈ આહીર,રઘુભા પરમાર,કમલેશભાઈ રબારી,ફિરોઝ દલ વગેરેએ કરી હતી.દિવાળી ટાણે આરોગ્ય વિભાગ મંજીરા વગાડે છે,…??
જામનગર શહેર અને જિલ્લાનું આરોગ્યતંત્ર જોઈએ તેટલું સજાગ જરા પર એટલા માટે નથી લાગતું કારણ કે દિવાળી ના તહેવારો સમયે જ આ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા હોય ત્યારે જો પોલીસને આવી ભેળસેળ ની માહિતી મળતી હોય તો જેનું કામ છે તે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે તેના પર શંકા ની સોય સધાઈ રહી છે..,ના માત્ર ઉપરથી આદેશ આવ્યા બાદ એકલ દોકલ જગ્યાએ થી સંતોષ માની લેતી ફૂડ શાખાએ નક્કર કામગીરી કરી લોકઆરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે દાખલો બેસાડવો જોઈએ..