mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા વાર્ષિક કરોડો રૂપિયાના બજેટ બાદ પણ શહેરમા સ્વચ્છતા જળવાતી ના હોવાના આક્ષેપો અનેકવાર લોકો અને વિપક્ષ દ્વારા થતા રહ્યા છે,છતાં પણ તંત્ર સુધરવાનું નામ લેતું નથી,અને એક તબક્કે તો જામનગર શહેર સ્માર્ટસીટી ની રેસમાં થી બહાર પણ નીકળી ગયું છે,પણ ફરીથી જામનગર શહેર સ્વચ્છ અને સુંદર બને તેવા પ્રયાસો કમિશ્નર બારડના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી રહ્યા છે,
જામનગર શહેર ને સ્વચ્છ શહેરોની કેટેગરીમાં સ્થાન મળે ટુ સ્ટાર નો દરજ્જો મળે તે માટેની કવાયત શરૂ થઇ ચુકી છે,અને સ્વચ્છતા ને લઈને લોકોના વાંધાઓ અને સુચનો પણ મનપા દ્વારા મંગાવવામાં આવી રહ્યા છે,કમિશ્નર બારડએ આજે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ બનાવવા લોકો પણ આગળ આવે અને ખુલ્લમાં શૌચક્રિયા અને યુંરીનેશન ના કરે તે માટે જામનગર શહેરના તેમજ બહાર થી આવતા લોકો સેનિટેશન ની યોગ્ય સુવિધા મળી રહે તે માટે ૫૫ પબ્લિક શૌચાલય,૪૩ શોપિંગ મોલ,૨૧ પેટ્રોલપંપ એમ મળી ને કુલ ૧૧૯ લોકેશનો ની ડેટા પણ કયુંસીઆઈ ને સોંપી દેવામાં આવ્યો છે,
જેને આધારે લોકો પોતાના પ્લેસ્ટોરમાં થી પણ નજીકના ટોઇલેટ નું લોકેશન જોઈ શકશે ઉપરાંત ત્યાં જઈ ને પોતાનો ફીડબેક આપે તે માટે ૧૪ પે એન્ડ યુઝ ટોઇલેટમા ફીડબેક ડીવાઈસ્ પણ મુકવામાં આવ્યા છે,વધુમાં કમિશ્નર બારડ એ લોકોને પણ શહેરને સ્વચ્છ બનાવવા આગળ આવવાની અપીલ કરતાં કહ્યું કે સમગ્ર શહેર ના ૧૬ વોર્ડમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની કામગીરી થઇ રહી છે,તેમાં લોકો પોતાનો સહકાર આપે..અને તેમાં કોઈ ફરિયાદ હોય તો લગત અધિકારીને ફરિયાદ કરવા પણ જણાવાયું છે,
આવનાર સમયમાં શહેર સ્વચ્છ બને તે માટે જુદા જુદા વિસ્તારોમાં ૫૦૦ જેટલા ૮૦ લીટરની ક્ષમતાવાળા બીન્સ પણ મુકવામાં આવશે,અને હાલ દિવાળીના તહેવારો ને અનુલક્ષી ને કોમર્શીયલ વિસ્તારોમાં બે વખત સફાઈ થઇ રહ્યાનું પણ કમિશ્નર એ અંતે ટાંક્યું હતું,,
કમિશ્નર નો ઉદેશ સાચો પણ અમલવારીમાં ઢીલાશ શા માટે..?
મનપા કમિશ્નર બારડ શહેરના પાણીનો પ્રશ્ન હોય,સફાઈ નો પ્રશ્ન કે પછી ટેક્સનો પ્રશ્ન દરેક પ્રશ્ન ને લઈને ખુબ જ અસરકારક મુડમાં જોવા મળતા હોય છે,એવું સફાઈમાં પણ છે,એક વખત તો તેવો ખુદ સાયકલ લઈને ડોર ડુ ડોર કચરાની ગાડીની પાછળ પણ ગયા હતા,પણ નીચેનો સ્ટાફ યેનકેન પ્રકારે કામગીરીમાં ઢીલાશ રાખે છે જેને કારણે વાર્ષિક કરોડોના ખર્ચ બાદ પણ શહેર સ્વચ્છ બનતું નથી અને મનપા તંત્રની છબી ખરડાઈ રહી છે,
ડોર ટુ ડોર વાહનોમાં જીપીએસ સિસ્ટમનું મોનીટરીંગ થવું જરૂરી..
આજે કમિશ્નર દ્વારા પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે મનપાના ડોર ટુ ડોર તમામ ૭૦ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ની અમલવારી થાય છે,પણ ખરેખર ક્યાં પોઈન્ટ પર કઈ ગાડી ગઈ તેનું ડે ટુ ડે મોનીટરીંગ જો અધિકારીઓ દ્વારા કરવામાં આવે તો શહેરમા સફાઈ નો પ્રશ્ન મહદઅંશે હળવો બને તેમ છે,ચર્ચાઓ તો એવી પણ છે કે અમુક વાહનોમાં તો જીપીએસ સિસ્ટમ ઘણીવાર ખરાબ થઇ ચુક્યા બાદ તેને દિવસો સુધી ચાલુ કરવાની દરકાર લીધા વિના ભૂતકાળમા ખાનગી કંપનીઓ દ્વારા બીલો મૂકી દેવામાં આવતા ઓડીટ વિભાગ દ્વારા આ ભૂલ પણ કાઢવામાં આવી હતી,