mysamachar.in-જામનગર
જામનગર તાલુકાનાં સુવરડાથી પતારીયાનેશ સુધીના ગાડા માર્ગને ડામરથી મઢવા માટે સરકારે ૨ કરોડ ઉપરની રકમ ફાળવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા નિતિનભાઈ પટેલએ આ રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ ૬ થી ૮ મહિનામાંજ રોડ તુટી જતાં ગ્રામજનોમા ભારે રોષ ફેલાયો છે,
રાજ્ય સરકાર દ્વારા વર્ષો પછી ગામડાના ગાડા માર્ગ(નોન પ્લાન રસ્તા)ને ડામર સપાટીથી બનાવવાનો નિર્ણય લીધા બાદ દરેક જીલ્લામાં કરોડો રૂપિયાનું ફંડ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે,જે અન્વયે જામનગર તાલુકાનાં સુવરડા ગામને વર્ષો પછી ૬.૫૦ કિમીનો પાકો રસ્તો ગત વર્ષે મળ્યો હતો પરંતુ અધિકારીઓની અણઆવડત કહો કે પછી યોગ્ય મોનિટરિંગનો અભાવે આ રસ્તો બન્યા બાદ ટૂંકા ગાળામાંજ તુટી જતાં ગ્રામજનોમાં કચવાટની લાગણી ફેલાઈ છે,આ રસ્તો તુટી જતાં માર્ગ અને મકાન વિભાગ જીલ્લા પંચાયતના અધિકારીઓ એક-બીજા પર જવાબદારીની ફેકાફેકી કરીને હાથ ઊચા કરી લીધા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતા નિતિનભાઈ પટેલના હસ્તે જે રોડના કામનું ખાતમુહૂર્ત થયું હતું તે રોડની આવી દુર્દશા થતાં જામનગર જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના ઈજનેરોની કામગીરી અંગે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે,
રોડમાં થી જાદુઇ રીતે નીકળી રહેલા ડામર નો વિડીયો જોવા ઉપર ક્લીક કરો