my samachar.in-જામનગર:
મેહુલ ચોક્સી અને વિજય માલ્યા અને નીરવ કોઠારી જેવા જામનગર જીલ્લામાં પણ બેંકોને ધુમ્બો મારનારા પડ્યા હોય તેમ ૨૪૮ કરોડ જેટલું લેણું બઁક માંગતી હોય તેવા ડિફોલ્ટરો લોન લીધા પછી બેંકોને દાદ ના આપતા હોવાનું સામે આવી રહ્યું છે,
એક આંકડા પ્રમાણે જામનગર જીલ્લામાં સરકારી,સહકારી અને ખાનગી મળીને ૩૮ જેટલી બેંકો આવેલી હોય,આ બેંકોમાં ૩૧ માર્ચ૨૦૧૮ સુધી ૨૪૮ કરોડ રૂપિયાનું એન.પી.એ.છે એટલેકે બેંકોએ ૨૪૮ કરોડનું ધીરાણ,લોન વગેરે આપ્યા બાદ ભરવામાં આવતી નથી આવા અસંખ્ય બાકીદારો હોવાનું લીડ બેંકના સૂત્રોમાથી જાણવા મળે છે,
વધુ માં મળતી વિગત મુજબ જામનગર જીલ્લામાં બેંકો દ્વારા વિવિધ સેક્ટરોમાં આપવામાં આવેલ ધીરાણ (લોન)માથી ઉદ્યોગ ક્ષેત્રમાં ૫૪ કરોડ રૂપિયાનું બાકી લેણું છે,એગ્રીકલ્ચર ક્ષેત્રે ૫૦ કરોડનું બાકી લેણું છે તેમજ અન્ય સેક્ટરમાં બેંકોએ લોન આપ્યા બાદ નાણાં પરત આવતા નથી તેવું પણ બહાર આવ્યું છે,
બેંકો લોન ભરપાઈ ન કરનાર આવા આસામીઓને નોટિસ સહિત ની કાર્યવાહી તો કરી જ રહી છે પણ તેમાં જો સફળતા ન મળે તો મિલકત જપ્તી સુધીની કાર્યવાહી પણ આગમી દિવસો માં હાથ ધરાશે તેવું સુમાહિતગાર સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે.