mysamachar.in-જામનગર
જામનગર શહેર નો આજે ૪૭૯ મો સ્થાપના દિવસ છે.ત્યારે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહીત ના લોકો એ શહેરના દરબારગઢ નજીક આવેલ સ્થાપનાની ખાંભી નું પૂજન કર્યું અને સૌ ને શુભકામનાઓ પાઠવી..
સૌરાષ્ટ્ર નું પેરીસ,છોટીકાશી,આવા ઉપનામો થી જાણીતા એવા આપણા જામનગર શહેર નો આજે સ્થાપના દિવસ છે..શ્રાવણ સુદ સાતમ એટલે આજ થી બરાબર ૪૭૮ વર્ષ પૂર્વે જામનગર શહેર ની સ્થાપના થઇ હતી.અને આજે જામનગર ૪૭૮ વર્ષ પૂર્ણ કરી ૪૭૯ વર્ષ માં પ્રવેશ્યું છે.ત્યારે આજે દરેક હાલારીને હૈયે હરખ નો પાર નથી,અને સૌ કોઈના હૈયે હર્ષ ની લાગણી જોવા મળી રહી છે,
દરવર્ષ સ્થાપના દિવસ ની ઉજવણી અને ખાંભી પૂજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.આજે પણ દરબારગઢ નજીક દિલાવર સાયકલ સ્ટોર માં આવેલ જામનગર ની સ્થાપના ખાંભી નું પૂજન મહાનગરપાલિકા ના મેયર,ધારાસભ્ય હકુભા જાડેજા સહીત ના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું,આ તકે તેવો સૌ શહેરીજનોને શુભકામના પાઠવી અને શહેર ના થયેલ વિકાસ અંગે ની વાત રજુ કરી હતી.
આમ જામનગર ને આજે ૪૭૯ માં વર્ષ માં પ્રવેશ થઇ રહ્યો છે ત્યારે હાલાર ની અનોખી ઓળખ ને લઈને આજે સૌ હાલારવાસીઓ ને પોતાનું જામનગર જયારે ૪૭૯ માં વર્ષ માં પ્રવેશી રહ્યું છે તેનો ગર્વ પણ થતો હશે.