mysamachar.in-જામનગર
જામનગર શહેર મા છેલ્લા કેટલાય સમયથી રસ્તે રજળતા પશુઓ અને તેમાંય ખાસ કરીને ખુંટીયા નો ત્રાસ એટલી હદે વધી ગયો છે,કે હવે રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો માટે તે કાળ પણ બની રહ્યો છે છતાં પણ જામનગર મનપાના તંત્ર છે કે જેના નું પેટનું પાણી હલતું નથી,
થોડા દિવસો પૂર્વે જ ઇન્દીરા માર્ગ નજીક એક મહિલાને ખુંટીયા એ અડફેટ લેતા તે મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યાની ઘટના તાજી છે,ત્યાં જ આજે જામનગર શહેર ના ખોડીયાર કોલોની નજીક આવે ક્રિષ્ના સ્કુલ પાસે એક ગર્ભવતી મહિલાને ખુંટીયા એ હડફેટ લેવાનો સીસીટીવી જ કંપારી છોડાવી દે તેવો છે
ગર્ભવતી મહિલા પોતાના બાળક ને ક્રિષ્ના સ્કુલમાં થી તેડવા માટે ગઈ હતી જ્યાં લડાઈ કરી રહેલ ખુંટીયા દોડતા આવ્યા અને તેને ગર્ભવતી મહિલા અને તેના બાળકને અડફેટ લેતા ગર્ભવતી મહિલાને ખુબ જ ગંભીર ઇજાઓ પહોચતા તેને પ્રસુતિ માટે જામનગર જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેની હાલત વધુ બગડતા જોઈ તેણીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં હાલ આં મહિલા જીવણ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે,
જયારે મહિલાના પુત્ર ને પણ સામાન્ય ઇજાઓ પહોચવા પામી છે,આજે બનેલ ઘટના આ એક વિસ્તારની નથી પણ જામનગર શહેર આખુંય છેલ્લા કેટલાય સમયથી ઢોરવાડામાં ફેરવાઈ ગયું છે,છતાં પણ તંત્ર સબ સલામતના બણગા ફૂંકાવાને બદલે શહેરીજનો ને ઢોર ના ત્રાસ મા થી મુક્તિ મળે તેવી નક્કર કામગીરી કરવી જોઈએ.
શાળાના બાળકો ભોગ બનતા રહી ગયા…
જે વિસ્તારમાં આ ઘટના બની ત્યાં જ એકથી વધુ શાળાઓ આવેલ છે ત્યારે આજે તો ગર્ભવતી મહિલા અને તેનો બાળક ખુંટીયાની હડફેટ નો ભોગ બન્યા,પણ જો અહી શાળાના નાના નાના બાળકો જો ખુંટીયાની હડફેટ ચઢી ગયા હોત તો દશા કેવી થઇ હોત તે બાબતની કલ્પના જ કંપારી છોડાવી દે તેવી છે,