mysamachar.in-જામનગર
જામનગર શહેરના શાકમાર્કેટ નજીક આવેલ ભોયવાડા વિસ્તાર માં ભોય સમાજ તેમજ અંદરના ભાગે કોળી સમાજના લોકો પણ વસવાટ કરે છે..થોડાસમય પૂર્વે આ બને સમાજના જૂથો આમનેસામને આવી ગયા હતા..અને તત્કાલીન કોર્પોરેટર અને હાલ મનપાના મેયર હસમુખ જેઠવા સામે હત્યાના પ્રયાસની ફરિયાદ સહીત બને જૂથની સામસામી ફરિયાદો નોંધાઈ હતી…લાંબા સમયથી ચાલી આવતો આ ખટરાગ દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે…
બે દિવસ પૂર્વે પણ પંચેશ્વરટાવર નજીક ફરી એક વખત મુન્ના નામના કોળી સમાજના યુવક પર સાત જેટલા શખ્સો દ્વારા હસમુખ જેઠવાની સુચનાથી તેના પર હુમલો કરવામાં આવ્યાનું સાથે જ રાજકીય દબાણ ને કારણે કોળી સમાજના યુવાનને ખોટી ફરિયાદમાં સંડોવી દીધા નો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે..
અત્રે એ બાબત પણ ઉલ્લેખનીય છે કે જયારે મનપા હોદેદારોની વરણી થવાની હતી ત્યારે પણ જામનગર ના કોળી સમાજ દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે હસમુખ જેઠવાને મેયર ના બનાવવા માટે પણ રજુઆતો કરવામાં આવી હતી…છતાં પણ ભાજપ સાથે જોડાયેલ કોળી સમાજના મોટાવર્ગની અવગણના કરી અને હસમુખ જેઠવાને મહાનગરપાલિકા ના મેયર બનાવવામાં આવતા કોળી સેના ગુજરાત ના આગેવાન એ પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે…અને કોળી સમાજ પર થઇ રહેલ અત્યાચારના પડધા આગામી ચુંટણીઓ માં પણ પડશે તેવી વાત કરી છે…
આજે કોળી સેના ગુજરાતના નેજા હેઠળ મેયર હસમુખ જેઠવા દ્વારા કરવામાં આવતા અત્યાચાર અંગે કોળી સમાજના લોકોની એક વિશાળરેલી શહેરભરમાં ફરી હતી..અને તેમાં મેયર હસમુખ જેઠવા અત્યાચાર બંધ કરો,મેયર સતાનો દુરુપયોગ ના કરો સહિતના ના સુત્રો સાથેના બેનરો પણ કેટલાય લોકોના હાથમાં જોવા મળ્યા હતા..રેલી પૂર્ણ થયા બાદ એસપી કચેરી ખાતે નાયબ પોલીસ અધિક્ષક ને આવેદનપત્ર પાઠવી અને યોગ્ય થવા રજુઆત કરવામાં આવી હતી…
પણ અહી રાજકીયચર્ચા નો મુદ્દો એટલે બન્યો છે કે જામનગર શહેર અને જીલ્લો જ નહિ પણ સમગ્ર રાજ્યમાં પણ કોળી સમાજના મતો ની સંખ્યા ખુબ જ નિર્ણાયક છે….ત્યારે જામનગર કોળી સમાજના લોકો પર રાજકીય ઈશારે થઇ રહેલ અત્યાચાર જો બંધ નહિ થાય તો તેના ઘેરા પ્રત્યાઘાતો આગામી સમયમાં પડે તો પણ નવાઈ નહિ…અને જો આવું થાય તો ભાજપ ને હસમુખ જેઠવા ને મેયર બનાવવું ભારે પડશે કે કેમ તે આગામી સમય પરથી સ્પષ્ટ થઇ જશે..