આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નો કાયદો અમલી છે..છતાં પણ વર્ષે આ જ રાજ્યમાં થી કરોડો રૂપિયાનો ગેરકાયદેસરરીતે ઘુસાડવામાં આવતો દારૂ પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ઝડપી પાડવામાં આવે છે..એવામા રાજ્યમાં કેટલાક લોકો એવા પણ છે જે કાયદેસર રીતે દારૂનું સેવન તેની બીમારીને લઈને તબીબી અભિપ્રાયો સહીત ને આધારે કરતાં હોય છે..તેને સરકાર દ્વારા નિયત કરેલ નિયમોને આધીન હેલ્થ પરમીટ આપવામાં આવતી હતી..ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે દારૂબંધી ના કાયદા ને વધુ કડક બનાવવા માટે નવી પરમીટ ઈશ્યુ ના કરવા અને જૂની પરમીટ રીન્યુ નહિ કરવા માટે નશાબંધી અને આબકારી વિભાગને આદેશો કરી દેવામાં આવ્યા હતા..જેને પગલે આ કામગીરી હાલે બંધ થઇ ચુકી છે.ત્યારે આ નિર્ણય ની અસર માજી સૈનિકો ને આપવામાં આવતી દારૂની પરમીટ પર પણ પડી છે..અને ૨૦ માર્ચ ૨૦૧૮ થી માજીસૈનિકો ની નવી અને જૂની પરમીટ અંગેની કામગીરી જામનગરમા બંધ કરી દેવામાં આવતા આજે જામનગર ના હાલાર માજી સૈનિક મંડળ દ્વારા નિવાસી અધિક કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે
હાલાર માજી સૈનિક મંડળ ની રજુઆતમાં જણાવ્યા મુજબ માજી સૈનિકોને મળતી વિદેશી દારુની પરમીટ એ હેલ્થ પરમીટ (૬૪સી) નથી અને પરંતુ તેમને તેમના અધિકાર ને રૂએ તબીબી તપાસ વિના આ પરમીટ મળે છે..જામનગર જિલ્લામાં ૨૦૦૦ જેટલા માજીસૈનિકો વસવાટ કરે છે.દેશની રક્ષા બાદ નિવૃત થયેલ માજી સૈનિકો ને રેગ્યુંલર યુસઝ મેડીસીન ને આધીન થયેલ હોય તેવા માજી સૈનિકો ને સરકાર તરફથી ઘણી બધી સવલતો અને લાભ મળતા હોય તેમાં લીકર રાશન જેવી સવલતો માજી સૈનિકોનો મૂળભૂત અધિકાર હોવાનું આવેદનપત્ર માં જણાવાયું છે..
ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી ખાતા તરફથી મળતી સુવિધાઓમા ની હેલ્થ પરમીટ (૬૪સી) અચાનક જ બંધ કરવામાં આવતા માજીસૈનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે..ત્યારે સિવિલીયન માટે ઠીક પરંતુ રાજ્યસરકારના આ કાયદામાં થી માજી સૈનિકો ને બાકાત રાખી અને તમામ માજી સૈનિકો ને નિયમમુજબ ઈંગ્લીશદારૂ ની પરમીટ રીન્યુ કરવા અને નવી પરમીટ ઈશ્યુ કરવા આજે જામનગર હાલાર માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાની આગેવાનીમાં નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી હતી…જો આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલા ના લેવામાં આવે તો માજી સૈનિકો દ્વારા ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે.