Mysamachar.in:જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પેટ્રોલ અને ડીઝલ સહિતના કેમિકલો ઉત્પાદન કરતી રીફાઈનરીઓ આવેલ છે, આ રીફાઈનરીઓમાં થી ટેન્કર વડે અન્ય જિલ્લાઓમાં અને રાજ્યોમાં પેટ્રોલ ડીઝલ સહિતના કેમિકલો મોકલવામાં આવતા હોય છે, ત્યારે કેટલાક તત્વો આવા ટેન્કરોના ડ્રાઈવરો સાથે મિલાપીપણું કરી ડીઝલ પેટ્રોલ બારોબાર વેચાણ કરી નાખતા હોય છે આવા જે એક ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
વાત છે જામનગર ખંભાળિયા હાઈવેની ઝાખર ગામ નજીક નયારા કંપનીના ગેઈટની સામે આવેલ મોર્યા હોટલ પાછળના પાર્કીંગમાં જાહેરમાં સુનિલ કુમાર સમરનાથ યાદવ અને ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાએ જાહેરમાં આગ અથવા સળગી ઉઠે અને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ ડિઝલ ભરેલ ટેન્કરમાંથી પેટ્રોલ ડિઝલ કાઢી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટેનુ ક્રુત્ય કરી એકબીજાની મદદગારી કરી પેટ્રોલ ભરેલ કેરબા નંગ-4 તથા ડિઝલ ભરેલ કેન નંગ-1 અને પેટ્રોલ ડિઝલ ભરેલ એક ટેન્કર જે ટેન્કરની પેટ્રોલ ડિઝલ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. 30,47,995/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મેઘપર પડાણા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.