Mysamachar.in-જામનગર:
આજના સમયમાં સોશ્યલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર લોકો પોતાના ફોટો અપલોડ કરતા હોય છે, પણ અપલોડ થયેલ ફોટોનો દુરુપયોગ કરવામાં આવે તો…જી હા આ બિલકુલ સાચી ઘટના જામનગરમાં સામે આવી છે જે દરેક માટે ચેતવણીરૂપ છે, જામનગરની એક શિક્ષિત મહિલાનું સોશ્યલ મીડીયાના અલગ અલગ પ્લેટફોર્મ પર 12 ફેક આઇડી બનાવી મહિલાના ફોટો મોર્ફ કરી અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી સમાજમાં બદનામી કરનાર ગુનેગારને મહારાષ્ટ્ર (પુણે) ખાતેથી પકડી પાડતી જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ઉપાડી લીધો છે.
જામનગરની એક મહિલાએ પોતાની આઇડીમાં પોતાનુ પ્રોફાઇલ પીકચર રાખેલ હોય તેમાંથી આરોપીએ તેણીના ફોટાનો સ્ક્રીનશોટ લઇ ફરિયાદીના નામમાં અભદ્ર શબ્દો ઉમેરી ફેક આઇડી બનાવી તેમજ ફરિયાદીના ફોટાને અશ્લીલ રીતે મોર્ફ કરી ફેક આઇડીના પ્રોફાઇલ પીકચરમાં રાખેલ.તેમજ ફરિયાદી મહિલા તથા તેમના બે પુત્રોના નામનો ઉપયોગ કરી અભદ્ર શબ્દો ઉપયોગ કરી વારંવાર અલગ અલગ નામથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક આઇડી બનાવી ફરિયાદીની તેમજ તેમના પુત્રોની સમાજમા બદનામી થાય તે હેતુથી સગા સંબંધીને તથા તેમના પુત્રના સ્ટાફ તથા મિત્ર વર્તુળને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી તથા મેસેજ કરી અશ્લીલ કમેન્ટ કરેલ. તેમજ ફરીયાદીને ઓનલાઈન જાહેર પ્લેટફોર્મ પર બદનામ કરવાનું કાર્ય તથા જાહેરમાં અશ્લીલતા ફેલાવવાનું કાર્ય કરેલ છે.
જે આરોપી વિરુધ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુન્હો દાખલ કરી,ગુન્હાના આરોપીને પકડી પાડવા સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા ના માર્ગદર્શનમાં સાયબર પોલીસની વિશેષ ટીમ બનાવી સતત તપાસમાં રહેલ દરમ્યાન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફે આ ઘટનાક્રમ અંગે ટેકનિકલ માહિતી મંગાવી તેનુ ટેકનિકલ એનાલિસીસ કરી આરોપીની માહિતી એકત્રિત કરી ખરાઈ કરેલ.
જે માહીતી ઉપરથી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સતત તપાસમાં રહી આરોપીના લોકેશન મેળવી, ટેકનીકલ એનાલીસીસ કરી મહારાષ્ટ્ર (પુણે) ખાતેના આવતા હોય બાદ આરોપીના લોકેશન તપાસી સતત વોચમાં રહી લોકેશન સ્થિર થતા આરોપી નિપુણ રજનીકાંત પટેલ ધંધો – પ્રા.નોકરી ,રહે ગોદરેજ-24 ઇ-1202 રાજીવગાંધી ઇન્ફોટેક પાર્ક, શીનજેવાડી, પુણે-મહારાષ્ટ્ર મુળ રહે.મેઇનબજાર,અંબાજી મંદિરની સામે ફતેપુરા, તા.ફતેપુરા જી.દાહોદને પકડી પાડી ધોરણસર અટક કરી આગળની તપાસ કાર્યવાહીની તજવીજ કરેલ તથા એમ્બીશન રીપ્રેઝેન્ટેશન ઓફ વુમન્સ એકટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.