Mysamachar.in-જામનગર:
જામનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીના સીધા માર્ગદર્શનમાં એલ.સી.બી. સ્ટાફ સાથે જોડીયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન એલ.સી.બી સ્ટાફના સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા,તથા કાસમભાઇ બ્લોચને સંયુકત બાતમી હકિકત મુજબ નંબર પ્લેટ વગરનુ બાઈક લઇ આરોપીઓ કાદર હનીફભાઇ ચાવડા રહે.કિડાણા એકતાનગર તા. ગાંધીધામ જી-કચ્છ, મનસુર રજાકભાઇ મીઠાપોર્ટ કંડલા,મસ્જીદની બાજુમા તા.ગાંધીગ્રામ જી.કચ્છ ભુજ મુળ રહે. સંચાણા તા જોડીયા જી જામનગર મળી આવતા જેના આધાર પુરાવા માગતા નહી હોવાથી બાઈક કબ્જે કરી, તદ ઉપરાંત બન્ને ઇસમોએ અન્ય ચોરી કરેલ પાંચ બાઈક હડીયાણા ગામની સીમમા તળાવ પાસે બાવળની કાટમા સંતાડી રાખેલ હોય જે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આમ આ બન્ને આરોપીઓ ઝડપાઈ જતા કચ્છ જીલ્લાના બાઈક ચોરીના 6 જયારે જામનગર જીલ્લાનો 1 ગુન્હો મળી કુલ 7 ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ ચુક્યો છે.