Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સીંગચ ગામે વૃદ્ધાની હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પાડોશી શખ્સે નજીવી બાબતે વૃદ્ધાને માથામાં ધોકા ફટકારી મોતને ઘાટ ઉતારી દેવાના મામલે હત્યાની કલમ હેઠળ મેઘપર પડાણા પોલીસ મથકમાં નોંધાયેલ આ હત્યાના ગુન્હાની વિગતો એવી છે કે…
લાલપુર તાલુકાના સીંગચ ગામે સરકારી દવાખાના સામે રહેતા અને ખેતીકામ કરતા ફરિયાદી મનસુખભાઈ મોહનભાઈ નકુમ અને આરોપી અશોક હરિભાઈ નકુમ એક જ ફળીયામાં અલગ-અલગ મકાનમાં રહેતા હોય અને આરોપી અશોક નકુમ ઝનુની સ્વભાવના હોય અને ફરીયાદી મનસુખભાઈનો પરીવાર આરોપી અશોક નકુમને ગમતો ન હોય અને બન્નેનો સંયુક્તમાં વાડો હોય જે વાડામાં ફરીયાદી મનસુખભાઈ પોતાના પશુ બાંધતા હોય જેનો આરોપી ખાર રાખતા હોય….
એવામાં ગતરોજ મનસુખભાઈના માતા મણીબેન મોહનભાઈ નકુમ ઉ.વ.62 વાળા વાડામાં ફુલ લેવા જતા આરોપી અશોક પણ વાડામાં હાજર હોય જેણે વાડામાં પશુ બાંધવા અંગે મણીબેન સાથે બોલાચાલી કરી આક્રોશમાં આવી લાકડાના ધોકા વડે મણીબેનના માથામાં તથા મોઢા ઉપર માર મારતા તેવોનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો જેની જાણ પોલીસને કરવામાં આવતા મેઘપર પડાણા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.