Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લા જેલ વધુ એક વખત ચર્ચામાં આવી છે, અને દરવખતની જેમ આ વખતે પણ મુદ્દો જેલમાંથી પ્રતિબંધિત મોબાઈલ ફોન મળી આવવાનો છે, જેલમાં મોબાઈલ સહિતના ઇલેક્ટ્રોનીક ઉપકરણો વાપરવા પર પ્રતિબંધ છે, ત્યારે થોડા દિવસો પૂર્વે અમદાવાદ જેલ ઝડતી સ્કવોડની ઓચિંતી તપાસમાં પણ બે મોબાઈલ મળી આવ્યા બાદ સ્થાનિક જેલ તંત્રની તપાસમાં પણ વધુ એક મોબાઈલ મળી આવ્યો છે, સ્થાનિક જેલ તંત્રના જેલ ઘનશ્યામ પટેલ જેલમાં તપાસણી કરતા એક મોબાઈલ મળી આવતા મયુર આલાભાઇ હાથલિયા અને હિતેશ ઉર્ફે ફોગો બાબુભાઈ રાઠોડ સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.