Mysamachar.in:જામનગર
જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં ઇન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બેન્કના જ લેડીસ વોશરુમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હતો, જેની જાણ બેંકમાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને થઇ જતા તેણીએ પંચકોશી-બી ડિવિઝન પોલીસમાં ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ કેમેરો ગોઠવ્યો હોવા સબબની ફરિયાદ નોંધાવી હતી. પોતા પર ગુન્હો નોંધાયો છે તેવી જાણ થઇ જતા જેના આરોપ હતો તે ઇન્ચાર્જ મેનેજર રજા પર ઉતરીને ભાગી છૂટ્યો હોવાથી પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી અને યુક્તિથી ઇન્ચાર્જ મેનેજરને બેંકમાં રજા કેન્સલ કરાવી ઝડપી પાડ્યો છે.
આ સમગ્ર કાંડની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં પંજાબ નેશનલ બેંકની એક શાખા આવેલ છે, ત્યાં થોડા દીવસ પૂર્વે મૂળ હરિયાણા રાજ્યના વતની અખિલેશ સૈનીને ઇન્ચાર્જ મેનેજર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જેણે પોતાની ફરજ દરમિયાન બેંકના મહિલા કર્મચારીઓ માટેના વોશરૂમમાં છૂપો કેમેરો ગોઠવ્યો હતો, દરમિયાન બેંકના જ એક મહિલા કર્મચારીને આ અંગેની જાણ થઇ જતા મામલો પંચ બી પોલીસ સુધી પહોચ્યો હતો.
જે બાદ પોલીસે બેંકના મહિલા કર્મચારીની ફરિયાદના આધારે ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની સામે ગુન્હો નોંધ્યો હતો. દરમિયાન પંચ-બીના પીએસઆઇ મોરી અને સ્ટાફ દ્વારા અલગ અલગ દિશાઓમાં શરુ કરવામાં આવી હતી. અને યુક્તિ મુજબ જેના પર આ સ્પાય કેમ લગાવવાનો આરોપ છે તે ઝડપાઈ જતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.